________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન સંવત્સરી પર્વમાં હૃદય નિર્મળ કરવા ખમત ખામણાં કરવા “ક્ષમા શૂર અરિહંત પ્રભુ, ક્ષમા આદિ ગુણ ઘાર; ક્ષમા-અર્થી યાચે ક્ષમા, ક્ષમા અર્પે ઉદાર. જેમ તીર્થમાં સ્નાન કરવાથી શરીરનો મળ દૂર થઈ પવિત્ર થવાય છે તેમ આવા સંવત્સરી પર્વ જેવાં પર્વમાં પણ પૂર્વ પાપો છોડી હૃદય નિર્મળ કરવા ખમતખામણાં કરવાનાં છે. ભૂતકાળને ભૂલી જઈ, મોક્ષમાર્ગમાં આગળ વઘાય તેવું બળ મળે તેવા ભાવ, નિર્ણયો અને પરિણામ કરવાથી તે બની શકે એમ છેજી.” બો.૩ (પૃ.૪૩૧) “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - પવિત્રતા જેને ઘેર આ દિવસ ફ્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે.” (વ.પૃ.૭) બાહ્યસ્નાન વગેરેથી કંઈ આત્માની પવિત્રતા નથી કબીરજીનું દૃષ્ટાંત - એકવાર કબીર સાહેબ ગંગા નદીને તીરે પાણી પીવાનો લોટો માંજી રહ્યા હતા. એવામાં કેટલાક તરસ્યા જાત્રાળુ બ્રાહ્મણો પાણી પીવા ત્યાં આવ્યા. તેઓને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીર સાહેબ, તેઓને પોતાનો ચોખ્ખો લોટો આપવા લાગ્યા. બ્રાહ્મણો છે. આ તેમનું આવું વર્તન જોઈ ગુસ્સાથી બરાડી . ' ઊઠ્યા : “અરે, તને કશું ભાન છે? આજે જે , સવારે જ ગંગા તટે શ્રાદ્ધ ક્રિયા કરીને અને એ ગંગાજીમાં સ્નાન કરી, પાપ ધોઈને પવિત્ર ) થયેલા અમોને તારો અપવિત્ર લોટો આપીને શું તું અભડાવવા માગે છે?” - કબીર સાહેબ એ સાંભળીને શાંતિથી-ઘીરજથી બોલ્યા : “ભાઈઓ, પવિત્ર ગંગાજીના પાણીથી મારો લોટો પવિત્ર થયો નહીં તો પછી એવા ગંગાજીમાં સ્નાન કરવાથી તમારા પાપ શી રીતે ઘોવાઈ જાય? મનની પવિત્રતાથી જ આત્મા પવિત્ર થઈ શકે.” -સંતોના જીવન પ્રસાદીમાંથી મનની પવિત્રતા એ જ સાચી પવિત્રતા છે એક વિઘવાબાઈનું દ્રષ્ટાંત - એક શેઠ હતા. તેમણે પૂર્વ પુણ્યના ઉદયથી પાંચ પેઢી સુધી ચાલે એટલું ઘન પ્રાપ્ત કર્યું હતું. છતાં છઠ્ઠી પેઢીની ચિંતા કરતા હતા. એમના પત્ની તો ભક્તિ ભજન કરે અને પોતાના પતિને પણ ભક્તિ ભજન કરવાનું કહે. પણ એમને કાંઈ અસર થાય નહીં. પાડોશમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી તે ઘંટી ચલાવે અને પોતાનું ગુજરાન કરી Rii . | | | 337