________________ આજ્ઞાભક્તિ સંતોષ માને અને ભજન ભક્તિ કર્યા કરે. શેઠની પત્ની પણ એની પાસે જાય અને ભજન ભક્તિ કરી આનંદ માણે. એક દિવસ શેઠને ત્યાં જમણવારનો અવસર આવ્યો. ત્યારે શેઠે થાળ ભરી પાડોશમાં રહેતી વિધવા સ્ત્રીને ત્યાં મિષ્ટાન્ન વિગેરે મોકલાવ્યું. નોકરે જઈ કહ્યું કે શેઠે આ જમવાનું મોકલાવ્યું છે. ત્યારે તે વિઘવા બાઈ બોલી કે મેં તો જમી લીધું છે. ત્યારે નોકર બોલ્યો કે આ બગડે એવું નથી, પછી કામમાં આવશે. ત્યારે તે બેને કહ્યું કે હું બીજા વખતની ચિંતા કરતી નથી. કાલ કોણે દીઠી છે? માથા ઉપર મરણ ભમે છે એમ કહી તે તો ભજન ભક્તિમાં લીન થઈ ગઈ. નોકરે શેઠને આ વાત જણાવી ત્યારે તે ઊંડા વિચારમાં પડી ગયા કે હું તો મારી છઠ્ઠી પેઢીની ચિંતા કરું છું અને આ બહેન તો બીજા ટંકની - પણ ચિંતા કરતી નથી. એનામાં સંતોષ-ભાવ કેટલો છે! એના મનની પવિત્રતા કેવી છે. એમ વિચારી શેઠ પણ ભક્તિમાં લાગી ગયા અને | | | | સંતોષભાવ કેળવી પવિત્ર બન્યા. “હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહું મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.” “નિત્ય નિયમાદિ પાઠ” માંથી - આત્મા રત્ન જેવો પણ કર્મરજથી મલિન થવાથી સંસારમાં રઝળ્યો આત્માના ગુણો ઓળખ્યા નહીં ત્યાં સુધી ભૂલ્યો, તેથી સંસારમાં આથડ્યો-અજ્ઞાનને લીધે જન્મમરણ કર્યા. તૃષ્ણાથી દુઃખી થતો રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. કેટલું દુઃખ લાગ્યું ત્યારે આ વચનો નીકળ્યા હશે! સંસાર અત્યંત દુઃખરૂપ લાગે ત્યારે ત્યાંથી પ્રીતિ ખસે એવું છે. સંસારથી પ્રીતિ ઊઠે ત્યારે પરમાર્થમાં જોડાય. અનંત કાળનો આ સંસાર છે.” અનંતકાળથી સંસારમાં હોવા છતાં જીવ પુરુષાર્થ કરે તો સંસારથી છૂટી શકે “મહાવીર ભગવાને જમાડીને કહ્યું હતું કે સંસાર શાશ્વત છે અને અશાશ્વત પણ છે. આવો ને આવો સદા રહેવાનો છે, માટે શાશ્વત અને અમુક જીવની અપેક્ષાએ તે અશાશ્વત છે. જીવ જાગે ને પુરુષાર્થ કરે તો તે સંસારથી છૂટી શકે તેથી અનંત કાળનો સંસાર છતાં બઘા જીવ તેમાં અનંત કાળ રહે એવું નથી, અનાદિસાંત પણ છે.” 338