________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન સમકિત નથી થયું તો અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છું, માટે પાપી છું “સમકિત નથી થયું ત્યાં સુધી અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છું. પાપી છું. મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપ જ છે. પાંચ મહાવ્રત પાળતો હોય પણ મિથ્યાત્વ છે તો પાપી જ છે. બઘા પાપનું મૂળ મિથ્યાત્વ છે. જેને છૂટવું છે તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવા લક્ષ રાખવાનો છે.” મદોન્મત્ત એટલે આઠ પ્રકારના મદથી હું ઉન્મત્ત થયેલો છું “ઘન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને તપ એ આઠ પ્રકારના મદ છે તેમાં તણાઈ જાય છે. નજીવી વસ્તુ મળી તેનો અહંકાર. અનંતાનુબંધી કષાય મિથ્યાત્વ સાથે રહે છે, તેને પ્રથમ કાઢવાના છે. માન ન હોય તો અહીં જ મોક્ષ હોય. હું જાણું છું એમ થાય છે તે અનંતાનુબંધી માન છે. તે જાય તો તો સમકિત થાય.” મિથ્યાત્વ છે ત્યાં સુધી કર્મ છે અને કર્મ છે ત્યાં સુધી આત્મા મલિન છે “મિથ્યાત્વ જાય ત્યાંથી જ મોક્ષની શરૂઆત છે. જ્યાં સુધી કર્મ-રજ છે ત્યાં સુધી મલિન છે. કર્મ નિમિત્તે ભાવ મલિન થાય છે. તેથી તે આત્માને અપવિત્ર કરે છે.” -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૩૮) અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું.” મોહી જીવનું દ્રષ્ટાંત - જન્મમરણના દુઃખનો અંત કેમ આવે? એનો વિચાર જીવે કર્યો નથી. જ્ઞાની પુરુષો કહે છે કે 84 લાખ યોનિમાં સહન ન થાય એવાં દુઃખો તેં સહન કર્યા છે. અનંત ભવમાં અનંત માતાઓનો તને સંયોગ થયો છે. મરણ વખતે તે માતાઓનાં રુદનનાં આંસુ એકઠાં કરીએ તો અનંત સમુદ્ર ભરાય એટલા ભવ તું કરી ચૂક્યો તેનું તને કંઈ ભાન નથી. મોહવશ માણસ બે પગથી માંડી આઠ પગવાળો કરોળીયાની જેવો થાય કરોળિયાનું દ્રષ્ટાંત - તું પોતે જ તારી જાતને મોહવશ, કરોળિયાની જાળ સમાન બાંઘી, તેમાં ફસાઈ જાય છે. તે કેવી રીતે? તો કે મનુષ્ય પહેલા બે પગ વાળો હોય, પરણે ત્યારે ચાર પગો ઢોર જેવો થાય. પછી એક બાળક જન્મે ત્યારે છ પગો ભમરા જેવો થાય. ભમરાને છ પગ હોય છે. હવે ભમરાની જેમ અજ્ઞાની જીવ જ્યાં ત્યાં ગુંજ્યા કરે છે કે આ સ્ત્રી મારી, આ પુત્ર મારો એમ એના મનમાં ગુંજન ચાલુ હોય. પછી છોકરો મોટો થાય ત્યારે પરણાવે. ઘરમાં છોકરાની વહુ આવે એટલે આઠ પગો કરોળિયા જેવો થાય. કરોળિયાને આઠ પગ હોય છે. કરોળિયાની જેમ મનુષ્ય પોતે જ જાળ રચીને તેમાં ફસાઈ જાય છે અને તેમાં વળી આનંદ માને છે. 339