________________
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’...
બની દોડ્યો જ જાય છે. ક્યાં જવું છે? એની ખબર નથી; અર્થાત્ આત્માર્થનો લક્ષ નથી. જેમ વેગમાં ઘોડો દોડે તેમ દોડ્યો જ જાય છે. તેના ફળમાં ચારે ગતિના ભારે દુઃખો ભોગવ્યાં. તે વિચારી હવે સાચાં સગુરુની આજ્ઞાને પકડી રાખી તેની જ આરાઘના કરો, તો તમને મોક્ષમાં પ્રવેશ કરવાની બારી મળી ગઈ એમ જાણજો. -અ.ભા.૧ (પૃ.૨૪૪)
વંદું સદ્ગુરુ રાજ અતિ ઉલ્લાસથી રે, અતિ ઉલ્લાસથી રે,
રહું આજ્ઞાવશ રોજ, બચુ ભવ ત્રાસથી રે; બચુ ભવત્રાસથી રે, અર્થ – પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં અતિ ઉલ્લાસભાવે કહેતા અત્યંત પ્રેમભાવે હું વંદન કરું છું. તેમની આજ્ઞાને આધીન પ્રતિદિન જો હું રહું તો આ સંસારના જન્મ, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ભયંકર ત્રાસથી હું બચી જાઉં. ૧ાા -પ્ર.વિ.ભા. ૨ (પૃ.૧)
આજ્ઞા વિના ભવ-હેતુ બને વ્રતાદિ મહા! રે, બને વ્રતાદિ મહા! રે, ઉપકરણોનો સમૂહ મેરુ સમ જો અહા! રે, મેરુ સમ જો અહા! રે, “સૌ ભૂત-ભવ-પુરુષાર્થ થયો નિષ્ફળ ખરે! રે, થયો નિષ્ફળ ખરે! રે,
તો ય ન ચેતે કેમ? હજી ચેતન અરે! રે, હજી ચેતન અરે! રે. ૨૪ અર્થ - સપુરુષની આજ્ઞા આરાધ્યા વિના અજ્ઞાનીના વ્રત, તપ, જપ, સંયમાદિ સર્વ સંસારના કારણ બને છે. મેરુ પર્વત સમાન ઓઘા મુપતિના ઉપકરણો અનેક ભવોના મળી ઘારણ કર્યા છતાં હજુ સંસારના દુઃખોથી જીવ છૂટી શક્યો નથી.
સર્વ ભૂતકાળના ભાવોમાં કરેલા પુરુષાર્થ નિષ્ફળ ગયા છે. તોય હજી આ ચેતન આવો અવસર મળ્યા છતાં કેમ ચેતતો નથી? એ જ આશ્ચર્ય છે. રજા -પ્ર.વિ.ભા. ૨ (પૃ.૧૦)
ઢ નિશ્ચય જો થાય તે આજ્ઞા ઉઠાવવા રે, તે આજ્ઞા ઉઠાવવા રે, વિભાવથી મુકાઈ સ્વભાવમાં આવવા રે; , સ્વભાવમાં આવવા રે; તો તેની ભક્તિ યથાર્થ, તે શાસ્ત્ર બઘાં ભણ્યો રે, તે શાસ્ત્ર બઘાં ભણ્યો રે, તીર્થ કર્યા તેણે સર્વ પુરુષાર્થ જ તે ગણ્યો રે, પુરુષાર્થ જ તે ગણ્યો રે.૧૫
અર્થ :- જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનો જો દ્રઢ નિશ્ચય થાય અર્થાત્ વિભાવથી મુકાઈને સ્વભાવમાં આવવાનો જો પુરુષાર્થ થાય તો તેની ભક્તિ યથાર્થ છે. તે બધા શાસ્ત્ર ભણી ગયો. તેણે સર્વ તીર્થની યાત્રા કરી લીધી. કેમકે બધું કરીને પોતાના આત્મસ્વભાવમાં આવવું છે. તેના માટેનો આ બઘો પુરુષાર્થ છે.” I૧પ -..ભા.૧ (પૃ.૬) (શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈના પ્રસંગમાંથી)
બોઘને વિચારવા માટે જુદા જુદા બેસવાની આજ્ઞા શ્રી ઘોરીભાઈનો પ્રસંગ :-“સંવત્ ૧૯૫રના પર્યુષણમાં રાળજ સોળ દિવસ પરમ
૭૧