________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
કૃપાળુદેવના દર્શનનો લાભ લીધો હતો. શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન શ્રી આનંદઘનજીકૃત ઘણી વખત કહેવરાવતા હતા. ત્યાં એક વખત આહાર લેવા
આજ્ઞા કરી હતી. અને ત્યાં સમ્યદર્શનની વ્યાખ્યા કરી તેનું અદ્ભુત સ્વરૂપ સમજાવ્યું હતું. હમેશાં અદ્ભુત બોઘ મળતો હતો. તે વખતે વિચારવા માટે જુદા જુદા બેસવા આજ્ઞા કરતા. પછી પોતે પણ પૂછતા અને જ્યાં ભૂલ પડતી તે વખતે સમજાવતા હતા.”
-શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૬૭) પરમકૃપાળુદેવે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વચનામૃતમાં આવેલ પત્રોમાં, મોક્ષમાળામાં, આત્મસિદ્ધિ, પુષ્પમાળામાં કે સાતસો મહાનીતિ વગેરેમાં અનેક આજ્ઞાઓ આપી છે; પણ મેં ગુરુદેવની તે આજ્ઞાઓને એકાંતમાં બેસી વિચારી નથી તો તે ગુરુદેવની આજ્ઞાઓ મારા જીવનમાં કેવી રીતે અચળ થાય, સ્થિર થાય! આપ તણો વિશ્વાસ હૃઢ...
“સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલોજી;
બહુ બળવાળી શ્રદ્ધા જેની, તે પુરુષાર્થે ઘેલોજી.” અર્થ - જગતમાં સૌ વ્યવહાર વિશ્વાસથી ચાલે છે. જેમ કોઈને પૈસા ઘીરીએ તો વિશ્વાસ છે કે તે પાછા આપશે. તેમ પરમાર્થમાં તો સૌથી પહેલો વિશ્વાસ જોઈએ. જ્ઞાનીપુરષ પ્રત્યે વિશ્વાસ હોય તો જ તેમની વાત માન્ય થાય. જ્ઞાની કહે તું દેહ નહીં પણ આત્મા છું તો તે વાત માન્ય થાય. અને જેની જ્ઞાની પ્રત્યે બહુ બળવાન શ્રદ્ધા હોય, તો તેનો આત્મા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ પણ તેટલો જ બળવાન હોય.
જેમ માતા પ્રત્યે બાળકને દ્રઢ વિશ્વાસ છે કે મા જે કંઈ કરે તે મારા હિતને માટે જ હોય તેમ જ્ઞાની પુરુષ પ્રત્યે જેને દ્રઢ વિશ્વાસ હોય તેને જ્ઞાની જે કહે તે સત્ય જ લાગે અને તે મારા કલ્યાણ માટે જ છે, એમ તેને લાગવાથી તેમની આજ્ઞા માન્ય થાય.
પણ હે પ્રભુ! આપ પ્રત્યે મને એવો દૃઢ વિશ્વાસ આવ્યો નથી. મને એવો દ્રઢ વિશ્વાસ આવે એવી આપ કૃપા કરો જેથી આપની આજ્ઞા ઉપાસીને આ ભવે મારા આત્માનું કલ્યાણ કરું. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી -
જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા આવ્યું તેની આજ્ઞા આરાધે તો બઘા વિક્ષેપ મટે
જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે “આ સત્પરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ, અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે.”
(વ.પૃ.૯૯૬)
૭૨