________________
આપ તણો વિશ્વાસ હૃઢ'....
(શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ કાવિઠાના પ્રસંગમાંથી )
પરમકૃપાળુદેવ યથાર્થ મહાત્મા છે એમ પ્રતીતિ થઈ શ્રી ઝવેરભાઈનો પ્રસંગ –“તે વખતે અમારે પૂ. ઘોરીભાઈ બાપુજીભાઈ, શ્રી ભાદરણવાળાની ઉપર આઘાર, તેથી તેઓશ્રીને માણસ મોકલી અત્રે બોલાવ્યા હતા. સાંજે પધાર્યા હતા. તે વખતે મેં ઘોરીભાઈ સાહેબને કહ્યું કે કોઈ કેવળી ભગવાન જેવા વચન છે, તેવા મહાત્મા આવેલ છે. તો પૂ. ઘોરીભાઈએ કહ્યું કે હું જોયા પછી હા કહીશ. પછી પૂ. ઘોરીભાઈને તેડીને વનક્ષેત્ર ગયો જ્યાં પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા, અને તેમણે પ્રશ્નોત્તર શાસ્ત્રયુક્ત કરેલ તેથી તેમના મનને સંતોષ થયો અને આ યથાર્થ મહાત્મા છે તેમ તેમને પ્રતીતિ થઈ હતી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૬૧)
જ્ઞાની પ્રત્યે વૃઢ શ્રદ્ધા થાય તો સાચી ભક્તિ પ્રગટે “જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય.” (વ.પૃ.૭૦૯)
જ્ઞાનીના વચન પ્રત્યે શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે; એ માર્ગ વિકટ નથી, સીઘો છે, પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે.
ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે.” (વ.પૃ.૯૬૮)
જ્ઞાનીની આજ્ઞા ભક્તિપૂર્વક ઉઠાવવામાં મહાન મહાન પુણ્ય જોઈએ “તથારૂપ (યથાર્થ) આસ (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ મહત્ પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે.” (વ.પૃ.૧૦૨) (શ્રી પોપટલાલ ગુલાબચંદના પ્રસંગમાંથી)
જ્ઞાનીનું ઓળખાણ સુલભ હોત તો મોક્ષ પણ સુલભ હોત શ્રી મોતીભાઈનો પ્રસંગ -“ત્યાં સાણંદવાળા એક ભાઈ ઘણા ભાગે તેનું નામ મોતીભાઈ હતું. તેઓ આણંદ પરમકૃપાળુદેવના દર્શન કરવા આવ્યા હતા. તે વખતે સવારે