________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
ગુરુદેવમાં એવી શ્રદ્ધા એ નૌકા સમાન છે. એ નૌકામાં (આત્મસિદ્ધિના / ૧૪૨ દોહારૂપી નૌકામાં) આપણે બેઠા છીએ. એ કમાનરૂપી ગુરુદેવમાં શ્રદ્ધા
રાખો, એ જરૂર ઘારેલે સ્થળે મોક્ષ પહોંચાડશે.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૧૮) સૌથી પહેલી શ્રદ્ધા. એ બહુ મોટી વાત છે. મહાભાગ્ય હશે તેને તે થશે
“શ્રદ્ધા. સદ્ધ પરમ ઉર્દી - ભગવાનનું વચન છે. કેડ બાંધીને તૈયાર થઈ જઈ, નાચીકૂદીને પણ એક શ્રદ્ધા પકડ કરી દો. પછી જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય બધું થશે. સૌથી પહેલી શ્રદ્ધા. એ બહુ મોટી વાત છે. મહાભાગ્ય હશે તેને તે થશે.” (ઉ.પૃ.૩૯૦)
મુખ્યત્વે શીલ પાળી આત્માની શ્રદ્ધા દૃઢ કરવી. સર્વત્ર આત્મા જોવો
મુખ્ય વાત સત્ અને શીલ પાળી શ્રદ્ધા દ્રઢ કરવી. દોરડું હાથ આવે તો કૂવામાંથી બહાર નીકળાય. માટે શ્રદ્ધારૂપી દોરડું પકડ્યું તે હાથમાંથી ક્ષણવાર પણ છૂટવા ન દેવું - વિસ્મૃતિ ન કરવી. શ્રદ્ધા કોની કરવી? ક્યાં કરવી? ઘરઘરનાં સમકિત છે કે નહીં. પણ ખરા જ્ઞાની બતાવે તે જ પકડ કરી લેવી. તો જ આ ત્રિવિધ તાપથી છુટાય. “સદ્ધ પરમ કુર્જહાં' “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય.” એ લક્ષમાં રાખવું. અને આજ્ઞાને વિચારી આરાઘવી, સર્વત્ર આત્મા જોવો. સદ્વર્તન આચરવું.” (ઉ.પૃ.૪૨૫)
સાચા જ્ઞાનીની શ્રદ્ધા થાય તેનો મોક્ષ થાય જ. પણ યોગ્યતાની કચાશ છે “મુમુક્ષુ-શ્રદ્ધા તો અત્રે છે તે બઘાને છે. પ્રભુશ્રી–બઘાને શ્રદ્ધા છે તો મોક્ષ પણ બઘાનો છે. શ્રદ્ધા સાચી જોઈએ. મુમુક્ષુ–સાચી શ્રદ્ધા કોને કહેવી?
પ્રભુશ્રી–જેવો જ્ઞાનીએ આત્મા જામ્યો છે તેવો મારો આત્મા છે, તે માટે માન્ય છે, અને હું તો જ્ઞાનીનો દાસ છું, એમ સાચા જ્ઞાનીની શ્રદ્ધા થાય તેનો મોક્ષ થાય જ. ઘણા જીવોનો ઉદ્ધાર થઈ જશે.
હજુ એક પણ નમસ્કાર કર્યો નથી. એક વાર પણ દર્શન કર્યા નથી. બોઘ સાંભળ્યા છતાં હજી સાંભળ્યો નથી. યોગ્યતાની કચાશ છે. યોગ્યતા આધ્યે જ્ઞાની બોલાવીને આપી દેશે. આત્મા તો જ્ઞાની જ આપશે.
દ્રષ્ટિ ફરે તો બીજાં જ જણાય; જગત આત્મારૂપ જોવામાં આવે. ચર્મચક્ષુએ જણાય છે તે પર્યાયવૃષ્ટિ છે. જ્ઞાનચક્ષુ આત્રે આત્મા જોવાય.” (ઉ.પૃ.૩૫૯)
શાસ્ત્ર વાંચનથી શ્રદ્ધાને પોષણ મળી આત્મા ઓળખવાની તીવ્રતા જાગે છે
“સપુરુષ ઉપર શ્રદ્ધા થાય, શાસ્ત્રના વાંચનથી તે શ્રદ્ધાને પોષ મળે અને આત્મા ઓળખવા જીવને તીવ્રતા જાગે ત્યારે પુરુષના બોઘે એવી શ્રદ્ધા થાય કે આ આત્માનું સ્વરૂપ છે. એટલે જ્ઞાનીને આત્માની શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા થાય તે સમ્યકત્વ છે.” (ઉ.પૃ.૩૩૮)
૭૬