________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
ભક્તિના વીસ દોહરાનું વિવેચન (પરમકૃપાળુદેવ, ૫.પૂ.પ્રભુશ્રીજી અને પૂ.શ્રી બ્રહ્મચારીજીના બોધવચનો અને દૃષ્ટાંતો સહિત)
શ્રી સદ્ગુરુભક્તિરહસ્ય
(વીસ દોહરા) “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ;
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” ૧ અર્થ : - “હે પ્રભુ બોલતાં જ કૃપાળુદેવ ભણી દ્રષ્ટિ જવી જોઈએ. દીન અને અનાથ મળીને દીનાનાથ થયું છે. દીન અને અનાથ ઉપર દયા રાખનાર હે પ્રભુ! તમને હું શું કહું? હે ભગવાન! હું તો અનંત દોષનું પાત્ર છું.” - પૂ.શ્રી બ્ર.જીવનદર્શન (પૃ.૧૪૬) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું
પ્રભુ એટલે ભગવાન. ભગવાન. ભગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે વાળા.
આત્માના અનંત ઐશ્વર્યવાળા એવા હે પ્રભુ! હે પરમકૃપાળુ પરમાત્મા! હું પામર જેવો મૂઢ અજ્ઞાની આપને વિશેષ શું કહ્યું? આપ તો બધું જાણો છો. હે ગુરુરાજ! તમે જાણો છો સઘળું' છતાં મારા અંતર આત્માની શાંતિને માટે પાપોને હલકા કરવા અને ભવિષ્યમાં થનાર દોષોને ટાળવા, આપની સમક્ષ તે તે દોષોને જણાવી, પશ્ચાત્તાપ કરી મારું હૃદય ખાલી કરું છું. દીનાનાથ દયાળ'...
આપ તો દીન અને અનાથના નાથ છો. અમારા જેવા પામરો પર પણ દયા કરવાનો જેનો સહજ સ્વભાવ છે માટે આપની સમક્ષ આટલું બોલવાની હિમ્મત થાય છે.
દીનઃ એટલે ગરીબ. અનંત ચતુષ્ટયથી અથવા રત્નત્રયથી હું રહિત છું માટે દીન છું - ગરીબ છું. મારી બઘી આત્મસંપત્તિને હું ખોઈ બેઠો છું.
અનાથ : એટલે સંસારના ત્રિવિધ તાપથી કે જન્મ જરા મરણના ત્રાસથી બચાવનાર આ જગતમાં મારો કોઈ નાથ નથી; માટે હું અનાથ છું.
અનાથીમુનિ, જેમ પહેલા અનાથ હતા પણ પ્રભુનું શરણ લેવાથી સનાથ થયા; તેમ હું પણ અનાથ છું; પણ આપ દયાળુ છો તેથી આપના શરણે આવ્યો છું. કેમકે –
“સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હાશે.” અનન્ય શરણના આપનાર આપ પરમકૃપાળુદેવ છો. આપનામાં કેવું આત્મપ્રભુત્વ પ્રગટેલું
૨૭