________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
૬ કુત કરવી તેનો વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં એવો વિચાર થયો કે તળાવમાંથી
સઘળું પાણી ખાલી કરી નાખવું અને ખાલી થયેથી તે પારસમણિની શોધ થઈ
* શકશે. તેવા વિચારથી ખાલી કરાવવાથે મજૂરોને કામે વળગાડ્યા. લગભગ અડઘો ભાગ ખાલી થઈ ગયો અને ચોમાસાનો વખત આવ્યો અને વરસાદથી પાછું તળાવ ભરાઈ ગયું. ચોમાસું વીત્યા બાદ ખાલી કરાવવાનું કામ ફરી શરૂ કર્યું. કેટલોક ભાગ ખાલી થઈ ગયો અને વળી ચોમાસાનો વખત આવી પહોંચ્યો. જેથી ચોમાસાના વરસાદથી તળાવ ભરાઈ ગયું. આ પ્રમાણે દરેક વખતે તમામ શ્રમ નિષ્ફળ નીવડતો હતો.
એક દિવસને વિષે એક ડાહ્યો પુરુષ તે તળાવના રસ્તા પર થઈ પસાર થતો હતો. તે વખતે તળાવનું પાણી ખાલી કરવાનું કામ ચાલતું હતું. તે જોવા અર્થે તે પુરુષ સહજ થોભ્યો. તે પુરુષને વિચાર થયો કે પાણી ખાલી કરવાનું શું પ્રયોજન હશે? આ વિચારથી તે પુરુષે તળાવમાં કામ કરનાર માણસોને સહજ પૂછ્યું કે ભાઈ, આ તળાવનું પાણી ખાલી કરવા માંડ્યું છે તે શું કારણથી? ત્યારે તેઓએ જણાવ્યું કે અમારા શેઠનો પારસમણિ આ તળાવમાં ખોવાયો છે, તેની શોઘ કરવાથું ખાલી કરવામાં આવે છે. ઘણા વર્ષોથી ખાલી કરવાનો પ્રયાસ ચાલે છે, પણ કેટલોક ભાગ ખાલી થયો હોય છે ને વળી ચોમાસાના વરસાદથી તળાવ પાછું ભરાઈ જાય છે. જેથી અત્યાર સુધીની તમામ શ્રમ નિષ્ફળ નીવડ્યો છે.
ત્યારે તે પુરુષે જણાવ્યું કે તમો આ પ્રમાણે કામ કર્યા કરશો તો તે હજુ પણ નિષ્ફળ જ નીવડશે. ત્યારે તેઓએ પૂછ્યું કે કેમ? ત્યારે તે પુરુષે જણાવ્યું કે આ તળાવમાં પાણી આવવાના દશ દ્વાર છે, તે દ્વારા પ્રથમ બંઘ કરવા કે જેથી આ તળાવમાં નવું પાણી પ્રવેશ કરી શકે નહીં.
૧૯૬