________________
કરે બાહ્ય પર રાગ’.....
(ભંગીયાએ દશ ઇન્દ્રિયો વશ કરવાનો પ્રશ્ન પૂછેલ છે જેથી દશ ઇન્દ્રિયોરૂપી ૩ તળાવના દશ દ્વારો પ્રથમ બંધ કરવા સાહેબજીએ જણાવ્યું.) અને ત્યારબાદ તળાવમાં રહેલું પાણી ખાલી કરવાનું કામ યોજવામાં આવે તો તે કાર્ય થોડા જ વખતમાં સફળ નીવડી શકે. આ પ્રમાણેની તે પુરુષે યોગ્ય સલાહ આપી જેથી તે પુરુષના કહેવા પ્રમાણે કામ શરૂ કર્યું. થોડા જ વખતમાં તે તળાવ તદ્દન ખાલી થઈ ગયું અને તેમાંથી શોઘ કરીને પારસમણિ મેળવી લીધો. આ પ્રમાણેનું દ્રષ્ટાંત આપી દશ ઇન્દ્રિયો શી રીતે વશ થઈ શકે તેનો આ દ્રષ્ટાંત પ્રમાણે વિસ્તારથી ખુલાસો કર્યો હતો.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૫૩)
તેમ કર્મ આવવાના દશ દ્વાર તે પાંચ ઇન્દ્રિયો, ચાર કષાય અને મિથ્યાત્વને જે રોકે તે પોતાના શરીરરૂપી તળાવમાંથી પારસમણિ જેવો આત્મા અવશ્ય પ્રાપ્ત કરે.
અનંતકાળથી જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ભિખારી અનંતકાળથી જીવ ભિખારીની પેઠે ફર્યા કરે છે. મને જોવા, ચાખવા, દેખવાનું મળે એમ ભિખારીની પેઠે ફરે છે. જેમનાથી અનાદિકાળનું જીવનું ભિખારીપણું જતું રહે તો એ જ આપણા તરણતારણ છે. ઇચ્છા એ જ ભીખ છે. જે માગે તે ભિખારી છે. લાખ રૂપિયા હોય અને બે લાખ કરવા હોય તો એ ભિખારીપણું જ છે.” - બો.૨ (પૃ.૯૧).
જેનાથી અનાદિનું ભિખારીપણું મટી જાય તે તરણતારણ છે. જેની ઇચ્છાઓ છૂટી ગઈ છે તેનાથી જ ઇચ્છા છૂટે છે.” -બો.૨ (પૃ.૯૧)
પરમકૃપાળુદેવની બધી ઇચ્છાઓ છૂટી ગયેલી હોવાથી મુનિઓને ઉપદેશમાં જણાવે છે – પરમકૃપાળુદેવે મુનિઓને કહ્યું કે હે મુનિઓ આ દેહને તમારો માનશો નહીં
“અપૂર્વ કૃપા કરી કહ્યું કે હે મુનિઓ આ દેહને તમારો માનશો નહીં. જેમ પંથી ચાલતાં કોઈ વૃક્ષ તળે બેસે પછી તે સ્થળને ત્યજીને ચાલ્યો જાય તેમ આ દેહ મૂકીને ચાલ્યા જવાનું છે. આ પ્રકારે દ્રષ્ટાંત દઈ દેહાધ્યાસથી મુક્ત કરાવવા વિશેષ બોઘ કર્યો હતો. તેનો સંક્ષેપ હૃદયમાં એવો રહ્યો કે આ દેહને હવે આપણો પોતાનો માનવો નહીં. પરમગુરુએ કરેલી એ આજ્ઞા આપણા હૃદયમાં સ્થિર રહો.” - પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧ (પૃ.૫૪) કરે બાહ્ય પર રાગ'...
આ ઇન્દ્રિયો બાહ્ય જગતના મોહક પદાર્થોમાં, ઘનકુટુંબાદિમાં રાગ કરાવી જીવને બંઘન કરાવે છે. છતાં જીવને કાંઈ ભાન આવતું નથી. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી –
આખું જગત બાહ્ય પદાર્થો પર રાગ કરવામાં તલ્લીન “સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કિંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગoષવા યોગ્ય છે.” (વ.પૃ.૪૮૪)
૧૯૭