________________
દેહેન્દ્રિય માને નહીં'.
ચાંદીની દુકાનમાં નુકસાન આવે તો કાપડના વેપારથી પૂરી શકાય નહીં.
તેવી રીતે શરીરથી કોઈને હાનિ કરી હોય તેની અસર સારાં વચનથી ટાળી ) શકાય. વચન ખરાબ બોલાઈ ગયું હોય તો પશ્ચાતાપ વગેરેના ભાવ કરવાથી જ તેની અસર ન રહે, પરંતુ મનના ભાવ અંદરમાં ખોટા થતા હોય તેની અસર વચનથી-મોઢે સારું બોલવાથી ટળે નહીં, તેમ વચન ખોટું બોલાયું હોય પછી શરીરથી કામ કરી આપે વગેરે મહેનત કરે પણ તેથી કંઈ વળે નહીં.
આ રીતે પ્રથમ મન એટલે ભાવ સુધારવાની જરૂર છે. તેથી મનની વૃત્તિઓ સપુરુષની આજ્ઞામાં જોડેલી રાખે. સમકિતીને વૃત્તિરૂપી દોરી તેના હાથમાં હોય છે, બીજામાં મન જતું રોકીને સ્મરણમાં, ધ્યાનમાં, સ્વાધ્યાયમાં પ્રવર્તાવે. વચનને પણ સ્વાધ્યાયમાં, સ્મરણમાં, વિનયયુક્ત બોલવામાં આજ્ઞાપૂર્વક પ્રવર્તાવે દેહને પણ સદ્ગુરુની ભક્તિ, સેવા, આસનની સ્થિરતા વગેરેમાં આત્માર્થે જ પ્રવર્તાવે.” -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૧૪૬) એમ ઇન્દ્રિયો અને મન વશ થાય તો જ્ઞાનીનું કહેલું સમજાય.
પાંચ ઇન્દ્રિયો તે જન્મમરણ કરાવનારાં કર્મબંઘ પાડવામાં આગેવાન “આપણે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જ હજી ડૂબી રહ્યા છીએ અને જે ઇંદ્રિયોને જીતીને આત્માનો બોજો હલકો કરવો છે તે ઇંદ્રિયોના તો આપણે ગુલામ જેવા બની ગયા છીએ. ખરી રીતે એ પાંચ ઇંદ્રિયો તે જન્મમરણ કરાવનારાં કર્મબંઘ પાડવામાં આગેવાન છે તેથી મહાપુરુષોએ તેમને વિષઘર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરઘણી નિશ્ચિંતે ઊંઘતો નથી, તેને મરણનો ડર રહ્યા કરે છે; તો આ તો પાંચે સાપને સોડમાં રાખીને આપણે સુખી થવા ઇચ્છીએ છીએ તે કેમ બને? જ્યાં સુધી ઇંદ્રિયો વશ ન થાય ત્યાં સુધી સુખે સૂવા યોગ્ય નથી. તેમાં પ્રથમ જીભ જીતવા યોગ્ય છે.” (બો.૩ પૃ.૪૪)
(શ્રી શંકરભાઈ અજુભાઈ કાવિઠાના પ્રસંગમાંથી) પાંચ ઇન્દ્રિયો, ચાર કષાય અને મિથ્યાત્વરૂપી દ્વારો બંઘ કરે તો આત્મા પ્રાપ્ત થાય
શ્રી શંકરભાઈનો પ્રસંગ :- “એક વખતે મહીજી ભંગીયાએ સાહેબજીને પૂછ્યું હતું કે મહારાજ, દશ ઇન્દ્રિયો શી રીતે વશ થઈ શકે? (વેદાંતના શાસ્ત્રોમાં દશ ઇન્દ્રિયો કહી છે તે રીતિએ દશે ઇન્દ્રિયો વશ કરવા સંબંધી મહીજી ભંગીયાએ સાહેબજી પ્રત્યે પ્રશ્ન પૂછેલ છે.) ત્યારે સાહેબજીએ તે ભંગીયાને જણાવ્યું કે એક શેઠ હતા. તેમની પાસે પારસમણિ હતો. તે પારસમણિનું રક્ષણ કરવાથૅ શેઠ પોતાની પાસે જ રાખતા હતા. એક દિવસને વિષે શેઠ તળાવે ન્હાવા ગયા હતા ત્યારે પોતાની પાસે રાખેલો પારસમણિ તેણે આંટીમાં ખોસી રાખ્યો. પછી શેઠ નાહી રહ્યા બાદ ધોતીયું બદલી બહાર આવ્યા. હવે પારસમણિ આંટીમાં ખોસી રાખેલો તે વિસ્મરણ થઈ જવાથી ઘોતીયું બદલતી વખતે નીકળી પડ્યો અને તળાવમાં પડી ગયો.
બહાર આવ્યા બાદ તે પારસમણિની સ્મૃતિ આવી. હવે તે પારસમણિની શી રીતે શોઘ
૧૯૫