________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
તો અચપળ હોવાથી ચિરકાળ સુધી તેમનો તેમ પડ્યો રહ્યો. પછી ઘણીવાર સુધી રોકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો
ચોતરફ જોતો જોતો કૂદીને જલ્દીથી દ્રહમાં જતો રહ્યો, તેથી તે સુખી થયો. એમ પાંચ અંગોને ગોપવનાર કાચબાની જેમ પાંચે ઇંદ્રિયોને ગોપવનાર પ્રાણી સુખી થાય છે અને ઇન્દ્રિયોને છૂટી મૂકનાર પ્રાણી બીજા કાચબાની જેમ માર્યો જાય છે. તેથી જેમ બને તેમ શબ્દ, રૂપ, રસ, ગંઘ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં થતા મોહને અટકાવવામાં જ જીવનું કલ્યાણ છે.” (ઉ.મા.ભાષાંતર ભાગ-૫ પૃ.૯૫) દેહેન્દ્રિય માને નહીં'. બોઘામૃત ભાગ-૧,૨,૩' માંથી –
ઇન્દ્રિય જય થાય તો જ્ઞાનીનું કહેલું સમજાય “સત્સંગમાં વિઘ્ન કરનાર પાંચ ઇન્દ્રિયોના વિષયો છે. પૂર્વે ઘણીવાર સત્સંગ મળ્યા છતાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વૃત્તિ રહેવાથી નિષ્ફળ થયા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી પાછો ખસે તો જ્ઞાનીનું કહેલું સમજાય. એ પહેલું પગથિયું છે.” (બો.૧ પૃ.૧૮૧)
મન ઉપર ચોકી રાખે તો ઇન્દ્રિયો અને મન વશ થાય ત્રણ દુકાનનું દ્રષ્ટાંત - “મન વચન ને કાયા એ ત્રણે યોગથી સપુરુષની આજ્ઞામાં વર્તવું જોઈએ. જેમ એક શેઠને ત્રણ દુકાન છે. (૧) કાપડની (૨) સોના ચાંદીની અને (૩) ઝવેરાતની. જો કાપડ ની દુકાનમાં ખોટ આવે તો સોના - ચાંદી ની દુકાનમાં નફો આવે તેનાથી પૂરી ( શકાય અને સોના ચાંદીની દુકાનમાં ખોટ આવે તો ઝવેરાતની દુકાનના નફામાંથી પૂરી શકાય. પણ ઝવેરાત ની દુકાન માં ખોટ જાય તો સોના - ચાંદીની દુકાનમાંથી પૂરી શકાય નહીં અને સોના ,
૧૯૪