________________
‘તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં'.....
માનીએ છીએ, એમ નથી. ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઇચ્છા
(EN) સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો.” (વ.પૃ.૩૦૫) પરમકૃપાળુદેવના દેહાંતનો પ.પૂ.પ્રભુશ્રીજીને ઘણો જ આઘાત લાગ્યો
“શ્રીમદ્ભા દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતો અને એકાંત જંગલમાં તેમને રહેવાનો અભ્યાસ હતો. તે પારણા વખતે ગામમાં આવ્યા ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાતો કરતા હતા; તે વિષે તેમણે તપાસ કરતાં શ્રીમદ્ભા દેહાંતના સમાચાર મળ્યા કે તુરત પાછા જંગલમાં ચાલી નીકળ્યા અને આહારપાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણો જ આઘાત લાગ્યો હતો..... જેને આત્મદાનનો લાભ મળ્યો છે તેને તે ઉપકાર સમજાયાથી સદ્ગુરુનો વિયોગ અસહ્ય થઈ પડે છે.” (જી.પૃ.૨૯,૨૭૦)
“અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૮૪)
પ.પૂ.પ્રભુશ્રીજીના દેહાંતનો પૂ.શ્રી બ્રહ્મચારીજીને ઘણો વિરહ સાલ્યો પ.પૂ.પ્રભુશ્રીજીના દેહત્યાગનો પૂ.શ્રી બ્રહ્મચારીજીને પણ ઘણા મહિના સુઘી વિરહ સાલ્યો હતો. તેના વિષે એક કાવ્યમાં તેઓશ્રી લખે છે :
“જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની; આપની પ્રભુ આપની ઉપકારી પ્રભુજી આપની,
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની.” વચન નયન યમ નાહીં.
વચન અને નયન એટલે આંખનો મેં સંયમ કર્યો નહીં. વચન એટલે વાણીને સવળી કરીને, તારા ગુણગાનમાં કે મંત્ર સ્મરણમાં કે મૌનવ્રત ઘારણ કરવામાં રોકી નહીં. અને નયનને તારા દર્શન કરવામાં કે સન્શાસ્ત્ર વાંચનમાં રોકીને સવળા કર્યા નહીં. “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧માંથી -
ભગવાનના ગુણગ્રામથી જીભ પવિત્ર સપુરુષોના ગુણગ્રામે જે રસના પાવન કરતા રે,
તે જન કુવિદ્યા-રસ તજીને સહજે ભવજળ તરતા રે. વંદું અર્થ - હવે વચનયોગને પ્રશસ્ત કરવા વિષેનો ઉપાય જણાવે છે -
સપુરુષોના ગુણગ્રામ કરીને જે પોતાની રચના એટલે જીભને પાવન કરે છે, તે ભવ્યાત્મા કુવિદ્યા એટલે મિથ્યાત્વના રસને મુકી દઈ સહજે સંસારરૂપી સમુદ્રને તરી જાય છે.
-અ.ભા.૧(પૃ.૫૩૭)
૨૦૩