________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
પામતા એવો એમનો પ્રભાવ હતો. એક શિષ્યને દીક્ષા લીઘાં છ મહિનાથી ઉપર ઘણા દિવસો થઈ ગયા, પણ એને જ્ઞાન થાય નહીં. ગુરુને વિચાર થયો કે બઘાય
છ છ મહિનામાં તૈયાર થાય છે અને આને તો કેટલાય દિવસ થઈ ગયા છતાં ઉપદેશની કંઈ અસર થતી નથી. ઉપદેશ તો બહુ સારો કરીએ છીએ. પછી એ શિષ્યને ગુરુએ પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે તને આખો દિવસ શાના વિચાર આવે છે ? તારું ચિત્ત ક્યાં રહે છે? શિષ્ય કહ્યું કે ર છોડી આવ્યો હતો તે વખતે એક મારી નાની પાડી હતી. તે પાડીના વિચારો મને આવે છે, કે પાડી કેવી થઈ હશે? સુકાઈ ગઈ હશે કે જાડી થઈ ગઈ હશે? શું ખાતી હશે? કોઈ ચારોપાણી આપતું હશે કે નહીં? એવા વિચારોમાં મારું મન રહે છે. એવી કલ્પના જીવને દ્રઢ થઈ જાય તે પ્રતિબંઘ છે. જેવો પ્રતિબંઘ તેવો જ ભવ લેવો પડે છે. ગુરુએ કહ્યું કે જા, આ સામે ઓરડી છે તેમાં બેસી તું પાડીના જ વિચાર કર્યા કર.
- THE
પછી શિષ્ય ત્યાં જઈને બેઠો અને વારંવાર પાડીના વિચાર કર્યા કરે કે પાડી બહુ મોટી થઈ ગઈ હશે, દૂધ આપતી હશે, મોટાં શીંગડાં ફૂટ્યાં હશે. એમ વારંવાર એના એ વિચાર કર્યા કરે. પછી ગુરુએ બોલાવ્યો કે બહાર આવ. તેણે કહ્યું “કેવી રીતે બહાર આવું? બારણામાં શીંગડા ભરાઈ જાય છે!” એને એમ જ થઈ ગયું કે હું પાડી જ છું. મારે શીંગડા ફૂટ્યાં છે. પછી માંડ માંડ બહાર આવ્યો. ત્યારે ગુરુએ કહ્યું તેં જેમ આ પાડીના વિચારો કર્યા તો પાડીરૂપ થયો ને? તેમ આ
તેના વિચાર કરવાથી શરીરરૂપ થઈ ગયો છે, પણ આત્માના વિચાર
શરીર પણ પાડી જેવું છે. તેના વિચાર કરવાથી શરી૨૨૧ ૧૦
૧૮૬