________________
દેહેન્દ્રિય માને નહીં'.
કરીશ તો આત્મારૂપ થઈશ. પછી એ તો સમજુ હતો તેથી સમજી ગયો.
(બો.૨ પૃ.૨૯૦) દેહેન્દ્રિય માને નહીં.
હે નાથ! આ દેહ અને ઇન્દ્રિયો પ્રત્યેનો રાગ મને વિષયકષાયમાં દોરી જાય છે. તે મનને પાછું વારવા છતાં પણ તે પાછું ફરતું નથી. પણ ઇન્દ્રિયોની આસક્તિવડે વગર વિચાર્યું મેં શું શું કર્યું. તે શ્રી રત્નાકરસૂરિ “રત્નાકર પચ્ચીશીમાં જણાવે છે -
“મેં ભોગ સારા ચિંતવ્યા, પણ રોગ સમ ચિંત્યા નહીં, આગમન ઇછ્યું ઘનતણું, પણ મરણને પ્રીન્યું નહીં; નહીં ચિંતનું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ,
મઘુબિંદુની આશા મહી, ભય માત્ર હું ભૂલી ગયો.” અર્થ :- ઇન્દ્રિયોની આસક્તિથી મેં પાંચ ઇન્દ્રિયોના ભોગોને સારા ગણ્યા; પણ તે રોગોને ઉત્પન્ન કરનારા છે એવો વિચાર પણ મને આવ્યો નહીં. બહુ ઘન મને મળે એવી ઇચ્છા કરી પણ મરણ આવવાનું છે અને આ બધું ભેગું કરેલું અહીં જ પડ્યું રહેશે તેની પણ મેં પૃછના એટલે મનમાં ઊંડો વિચાર કરીને નક્કી કર્યું નહીં.
આ નારીઓ એટલે સ્ત્રીઓ પ્રત્યે મને રાગ-મોહ હોવાથી તે મોહ મને કારાગ્રહ એટલે જેલ સમાન નરકમાં ઘકેલી જશે એનો પણ મને વિચાર આવ્યો નહીં. અને વળી વિષયસુખરૂપ મઘના ટીપાંમાં આસક્ત બનીને આલોકભય, પરલોકભય, મરણભય, આદિ બઘા ભયને જ ભૂલી ગયો. હે નાથ! હવે મારું શું થશે? આપ સિવાય મને બુદ્ધિ આપનાર આ જગતમાં કોઈ નથી. એક તારું જ શરણ સત્ય છે.
ઇન્દ્રિયદ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિષે;
ભોગો પામી ન મેં પૂર્વે-જાયું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક છ બારીઓવાળા એક મકાનમાં ઊભા રહી આખો દિવસ એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી, એમ બારીઓમાંથી બહાર જ જોયા કરે તો અંદર શું છે તે દેખાય નહીં. તેમ પાંચ ઇન્દ્રિયો અને મનથી આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે ત્યાં અંદર શું છે તે શી રીતે જણાય? ઊભો છે અંદર પણ દ્રષ્ટિ છે બહાર. તે દ્રષ્ટિ અંદર કરવી. આત્મા જોવો. તો પોતાની વિભૂતિ સર્વ જણાય.” (ઉ.પૃ.૩૬૨) “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨' માંથી -
ઇન્દ્રિયો વિષયો ચહે રે, ખેંચે અવિરત-પંથ; સંયમરૂપ લગામથી રે, વારે તે નિગ્રંથ.
સમતાસ્વામી તે રે જે રમતા સમભાવે.
૧૮૭