________________
જિનેશ્વરની વાણી”નું વિવેચન
જણાવી શકાય નહીં. તે અનંત ગુણધર્મોમાંથી, વસ્તુના એક ગુણધર્મને મુખ્ય ૩ કરીને તેના બીજા ગુણઘને ગૌણ કરી, તે એક એક ગુણઘર્મને જુદી જુદી અપેક્ષાથી જણાવવો તેનું નામ નય છે.
જગતમાં આ નયવાદ કે અપેક્ષાવાદ અથવા અનેકાંતવાદ વિના વ્યવહાર થઈ શકતો નથી. ભિન્ન ભિન્ન અપેક્ષાથી જોતાં કોઈપણ વાત સત્ય જણાય છે. જેમકે એક જ વ્યક્તિ કોઈનો પુત્ર પણ છે. પિતા પણ છે. ભાઈ પણ છે. ભત્રીજ પણ છે. ભાણેજ પણ છે. કેવી રીતે? તો કે પોતાના પિતાની અપેક્ષાએ તે પુત્ર છે અને તે જ વ્યક્તિ પોતાના પુત્રની અપેક્ષાએ પોતે જ પિતા છે. તે જ વ્યક્તિ ભાઈની અપેક્ષાએ ભાઈ, કાકાની અપેક્ષાએ ભત્રીજો, અને તે જ વ્યક્તિ મામાની અપેક્ષાએ ભાણેજ પણ છે. વ્યક્તિ એક જ હોવા છતાં તે જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા રૂપે ઓળખાય છે. આ વ્યક્તિ કોણ છે? તો કે પુત્ર, પિતા, ભાઈ, ભત્રીજો, ભાણેજ એમ વ્યવહારમાં બોલવામાં આવતું નથી. માટે વ્યવહારમાં પણ આપણે બોલીએ છીએ તે નયપૂર્વક જ બોલીએ છીએ કે આ અપેક્ષાથી આ વ્યક્તિ પુત્ર, પિતા, ભાઈ, ભત્રીજ કે ભાણેજ છે.
એ અપેક્ષાઓ અથવા નયોને બતાવવા જૈન સિદ્ધાંતમાં મુખ્ય સાત નય પ્રસિદ્ધ છે. અનંત ગુણાત્મક વસ્તુના ઘર્મને સંપૂર્ણ સમજવા માટે આ નયોની અત્યંત આવશ્યક્તા છે. આત્માના શુદ્ધ સ્વભાવને સમજવા માટે પણ આ સ્યાદવાદ કે અનેકાંતવાદની ઘણી જરૂર છે. નયના મુખ્ય સાત ભેદ છે તે નીચે પ્રમાણે -
૧. નૈગમનય - ભૂતપૂર્વ પ્રઘાનમંત્રીને વર્તમાનમાં પ્રધાનમંત્રી કહેવો અથવા ભૂતકાળમાં થઈ ગયેલા ભગવાન મહાવીરનો આજે નિર્વાણ દિવસ છે એમ કહેવું તે ભૂતનૈગમનયની અપેક્ષાથી છે. તથા ભવિષ્યમાં રાજા થવાનો હોય તે યુવરાજને રાજા કહેવો, તે ભવિષ્ય નૈગમનની અપેક્ષાથી છે.
૨. સંગ્રહનય – જેમકે સત્ એ દ્રવ્યનું લક્ષણ છે. આ વાક્ય સર્વ દ્રવ્યોને સત્ જણાવે છે. અથવા જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. એ વાક્ય સર્વ જીવોનું લક્ષણ ઉપયોગ છે એમ સિદ્ધ કરે છે. અર્થાત્ એક જાતિના ઘણા દ્રવ્યોને એક સાથે કહેવા તે સંગ્રહનયની અપેક્ષાથી છે.
૩. વ્યવહારનય - સંગ્રહનયમાં એક જાતિના ઘણા દ્રવ્યોને એક સાથે કહ્યાં. તે પદાર્થોનો ભેદ કરતા જવું તે વ્યવહારનય છે. જેમકે જગતમાં દ્રવ્ય છ છે. તેમાં એક જીવ દ્રવ્ય છે. તે જીવ દ્રવ્યના પાછા બે ભેદ છે. તે સંસારી અને સિદ્ધ. સંસારી જીવના પાછા બે ભેદ છે. તે સ્થાવર અને ત્રસકાય. તેમાં વળી સ્થાવર જીવના પાંચ ભેદ છે. તે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય ઇત્યાદિ. ભેદના ભેદ, સમજવા માટે કરવા તે વ્યવહારનય છે.
૪. ઋજુ સૂત્રનય :- આ નય વર્તમાનમાં જે સ્થૂલ કે સૂક્ષ્મ પર્યાય હોય તેને જ ગ્રહણ કરે છે. જેમકે સ્ત્રી તે સ્ત્રી, પુરુષ તે પુરુષ, શ્વાન તે શ્વાન, અશ્વ તે અશ્વ, ક્રોઘ પર્યાય સહિત જે હોય
જોવા છે.
૧૫