________________
એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય, નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું?'.
અનાદિકાળના પરિભ્રમણમાં મોક્ષે જવા અનંત પ્રકારના સાઘનો કર્યા
“૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર,
સત્’ મળ્યા નથી. “સત્’ સુપ્યું નથી, અને “સત્ શ્રક્યું નથી, અને એ મળે, એ સુયે, અને એ શ્રયે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.
૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.
૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.” (વ.પૃ.૨૪૬)
બે અક્ષરમાં માર્ગ રહ્યો છે જ્ઞાન અને જ્ઞાની. જ્ઞાન જ્ઞાનીમાં હોવાથી જ્ઞાની
“અનંતકાળથી પરિભ્રમણ છે, એમાં વિદ્યા ઘણી વાર ભણ્યો, જિનદીક્ષા લીધી, આચાર્યપણું મળ્યું, પણ સત્ મળ્યા નથી. સત્ પામવા પ્રથમ જ્ઞાની કહે તે સાંભળવું, પછી એની શ્રદ્ધા કરવી. પોતાના ભાવથી બંઘાય છે, પોતાના ભાવથી છૂટાય છે. અંતરંગ ક્રિયા છે તે સદ્ગુરુ વિના સમજી ન શકાય. માટે સગુરુની ભક્તિ, શરણ લેવાં. જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાની પાસે જવું. જ્યાં મોક્ષમાર્ગ છે, ત્યાં જાય તો મોક્ષમાર્ગે ચઢે. અનાદિકાળથી પરિભ્રમણ કરતો આવ્યો છે, પણ આત્મા પ્રાપ્ત થયો નથી.
સપુરુષનું ઓળખાણ થવું મુશ્કેલ છે. ઓળખાણ થયા પછી જો એક વચન મરતાં સુધી પકડ કરી લે તો મોક્ષ થઈ જાય. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ છે અને એ આત્મા જ છે. બહાર શોઘવાથી ન મળે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. તે બે અક્ષર કયા હશે? ૫.ઉ.પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે જ્ઞાન અને જ્ઞાની.” (બો.૨ પૃ.૩૫) નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું?'
હે ભગવાન! એક પણ આત્મગુણ હજુ સુધી મારામાં પ્રગટ્યો નથી; તો હું પાપી એવો આપને શું મોઢું બતાવું. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી એક પણ ગુણ ખરેખર પ્રગટ્યો કહેવાય નહીં. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧" માંથી -
“દાન, શીલ, તપ સુંદર ગુણ પણ, પથ્થરતુલ્ય પ્રમાણોજી,
જો મિથ્યાત્વ વસે ઉરમાં તો, કહે જિનવર, જન જાણોજી. વિનય અર્થ - દાન, શીલ અને તપ એ સુંદર ગુણો હોવા છતાં, હૃદયમાં જો મિથ્યાત્વનો વાસ છે તો તે ગુણોને પણ પત્થર સમાન જાણો એમ જિનેશ્વર કહે છે. કેમકે દાન, શીલ અને તપની આરાધના કરીને પણ જો આલોક કે પરલોકમાં દેવાદિકના ઇન્દ્રિય સુખ મેળવવાની જ ઇચ્છા છે તો તે ગુણો તેને દેવલોકમાં લઈ જઈ મોહમાં ફસાવી ફરી હલકી ગતિમાં લઈ જનાર હોવાથી તે
૨૩૧