________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
જોઈએ. અને સફળપણા માટે જે જે સાઘનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની
પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.” (વ.પૃ.૨૬૨) (શ્રી જેઠાલાલ જમનાદાસ ભાવસાર વસોવાળાના પ્રસંગમાંથી)
માત્ર આત્મધ્યાન અર્થે નિવૃત્તિ લઈ એકાંત સેવનાર પરમકૃપાળુદેવ શ્રી જેઠાલાલભાઈનો પ્રસંગ –“ત્રીજે દિવસે કોઈ કાઠિયાવાડથી જીવરાજ કરીને વાણિયો આવ્યો હતો. તેણે પ્રશ્ન કર્યો હતો. તે પ્રશ્ન તદ્દન વિરુદ્ધ પક્ષનો હતો. તેનું પણ સમાધાન સાહેબજીએ કરી નાખ્યું હતું અને તે ઉપરથી એણે રાજી થઈને કહ્યું કે સાહેબજી આ મારી સોનાની વીંટી છે તે તમને ખુશીથી ઈનામ આપું છું એને લઈ મને પાવન કરો.
ત્યારે સાહેબજીએ તે માણસને ઘણો જ ઠપકો દીધો કે શું અમે વેપાર કરવા નીકળ્યા છીએ? અને વેપાર કરવો હોય તો ગામડાંમાં શું કરવા રહીએ?
કપાળશ્રી નિવૃત્તિનું જ સ્થાનક શોઘતા હતા. ઉપરની વાતો પરથી મને ચોક્કસ થયું કે આ પુરુષને બિલકુલ લાલચ નથી. માટે તે નિર્લોભી છે એમ નક્કી થયું હતું. શ્રીમદ્ રાખે.પ્રસંગો (પૃ.૨૭૪) બોઘામૃત ભાગ-૧' માંથી :
જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને તો આ આશ્રમ તપોવન જેવું છે
જે જે પદાર્થ નિવૃત્તિ આપે એવા હોય તે નિવૃત્તિદ્રવ્ય છે. નિવૃત્તિવાળું ક્ષેત્ર હોય તેથી કામ કરી લેવું. કૃપાળુદેવે લખ્યું છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? પ્રભુશ્રીજીએ આ કરી આપ્યું. જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને તો આ આશ્રમ તપોવન જેવું છે. નિવૃત્તિને માટે કાળ વઘારે કાઢે તે નિવૃત્તિકાળ અને સંકલ્પવિકલ્પોમાં ન જાય તે નિવૃત્તિભાવ છે.” (જૂનું બો.૧ પૃ.૩૧૧)
એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય;
નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું? ૧૩ અર્થ –“એમ અનેક પ્રકારથી વિચાર કીઘા પણ સસાઘન મળ્યું નહીં. હું સાઘનરહિત જ રહ્યો. મારામાં એક પણ સગુણ નથી. મારું મોઢું તને કેવી રીતે બતાવું, શરમ આવે છે. એટલા દોષો ભરેલા છે કે હું કહી શક્તો નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) એમ અનંત પ્રકારથી સાઘન રહિત હુંય'.
હે ભગવાન! મેં પૂર્વજન્મોમાં મારા આત્મકલ્યાણ માટે અનંત પ્રકારના સાઘનો કુગુરુની આજ્ઞાથી કે સ્વચ્છેદે કર્યા તેથી હજુ સુધી મારા જન્મમરણનો અંત આવ્યો નથી. હવે આપ પરમકૃપાળુનો યોગ થયો છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.” તેથી આપના બોઘને જાણી, તેની શ્રદ્ધા કરવાથી જરૂર છૂટવાની વાતનો આત્મામાંથી ભણકાર થશે અને તેમ વર્તવાનો પણ ભાવ થશે. આના વિષે પરમકૃપાળુદેવ પત્રાંક ૧૬૬ માં નીચે પ્રમાણે જણાવે છે –
૨૩૦