________________
‘નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ’.....
તેને વેદીને પણ પરપરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી.’’ (વ.પૃ.૪૨૧)
સંસાર સંબંઘી પ્રસંગને જેમ બને તેમ સંક્ષેપી આત્મહિત કરવું
“લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થયું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે.’’ (વ.પૃ.૪૨૩)
ઉપવાસ નિવૃત્તિ માટે છે તે દિવસે વિશેષ ધર્મધ્યાન કરવું
“નિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની જીવો ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે છે, અને તેને પૌષધ ઠરાવે છે. આવા કલ્પિત પૌષઘ જીવે અનાદિકાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે.’’ (વ.પૃ.૭૧૮)
પ્રતિદિન થોડી પણ નિવૃત્તિ લઈ ચિત્તવૃત્તિ અવશ્ય સ્થિર કરવી
“ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો.’” (વ.પૃ.૨૬૨)
અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ આત્મજોગ પ્રગટે
‘‘વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળના હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે.’’ (વ.પૃ.૪૫૧)
અલ્પ પણ નિવૃત્તિ ગમતી નથી તો મિથ્યાત્વથી છૂટવું કેટલું દુર્ઘર
“અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તો તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ ‘સમ્યક્ત્વ' ’”. (વ.પૃ.૭૫૪)
વૃત્તિઓને રોકી અંતર્મુખ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા
“દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતવૃિત્ત કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે.’’ (વ.પૃ.૬૯૧)
મનુષ્યત્વના સફળપણા માટે સત્પુરુષ, સત્સંગ આદિની જરૂર
“જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો
૨૨૯