________________
જોગ નથી સત્સંગનો'....
પુરુષાર્થ નહીં કરો તો. આ યોગ પણ નિષ્ફળ જશે માટે પુરુષાર્થ કરવો તીર્થકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થ-રહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ – પુરુષાર્થ શ્રેષ્ઠ છે.” (વ.પૃ.૭૦૩)
સપુરુષથી અનંત જીવ તરી ગયા અને સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું
એમ નિશ્ચય કરવો કે સત્પષના કારણ-નિમિત્ત-થી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અશોચ્યાકેવલીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે!' (વ.પૃ.૭૦૩)
સાચો મેળો સત્સંગનો, એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય
લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશ્યો છે.” (વ.પૃ.૯૭૧)
સાચો મેળો સત્સંગનો ખેડૂત કુટુંબનું દૃષ્ટાંત - “એક ગામમાં કોઈ નવું ખેડૂત કુટુંબ વસવાટને ઈરાદે હળઓજાર, ઘરવખરી વગેરે લઈને આવ્યું. ગામને ભાગોળે તળાવની પાળે હારબંઘ તખ્તી ઓ લખેલી જોઈ. દરેક ઉપર મરનારનું નામ અને આયુષ્યની અવધિ નોંધેલી. કોઈ છ માસ; બાર માસ; વરસ; બે વરસ; ત્રણ ચાર વરસ થી વધુ કોઈ નહીં! આ ગામના લોકો આટલા અલ્પ આયુષી?
૯૧