________________
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી..........
સમાધિપૂર્વક દેહ ત્યાગી બારમા દેવલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી અનુક્રમે સિદ્ધિપદને પામશે.” આમ મૃત્યુને સ્વીકારું પણ ગુરુ આજ્ઞાનો ભંગ કદી કરું નહીં.”
જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંઘ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાથી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાઘન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાથું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંઘ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાઘન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાઘન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” (વ.પૃ.૪૧૧)
એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગે તેમ એક આજ્ઞાથી અનેક ગુણ પ્રગટે
જ્ઞાનની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાથિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છેદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કોઈ વિકલ્પ કરવા નહીં.
જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાની પુરુષો ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું કે “મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય સાચાં છે, યથાર્થ છે.” એમ સમજે તો સહેજે દોષ ઘટે.
જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાઘતાં ઘણા ગુણો પ્રગટે છે.” (વ.પૃ.૯૯૬)
૫૯