________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
સ્વચ્છેદ ટાળવો હોય તો જ્ઞાનીની આજ્ઞા આરાઘવી
જીવને બે મોટા બંધન છે : એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંઘ. સ્વચ્છેદ
ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંઘનનો નાશ થતો નથી, સ્વછંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંઘ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે.” (વ.પૃ.૨૯૧)
એકલાં પુસ્તકથી જ્ઞાન નહીં પણ ગુરુથી જ્ઞાન થાય, “ઉપદેશજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય.” (વ.પૃ.૭૧૪)
સદ્ગુરુની આજ્ઞા આરાઘે તેને હજુ પણ શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય. “દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તોપણ અડગ નિશ્ચયથી, સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે.” (વ.પૃ.૬૨૦)
- સદ્ગુરુની આજ્ઞા આરાધે તો બઘી વાસનાનો નાશ થાય “સદ્ગુરુની આજ્ઞામાં બઘાં સાઘનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બઘી વાસનાનો નાશ થાય છે. જેમ કોઈ સો પચાસ ગાઉ વેગળો હોય, તો બેચાર દિવસે પણ ઘર ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો હોય તે એકદમ ઘર ભેગો ક્યાંથી થાય? તેમ આ જીવ કલ્યાણમાર્ગથી થોડો વેગળો હોય, તો તો કોઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે ?'' (વ.પૃ.૭૧૯)
અજ્ઞાનીથી નહીં, પણ જ્ઞાનીની આજ્ઞાથી કામ, ક્રોધાદિ ઘટે અજ્ઞાની પોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમકિત આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચો થયો છે.” (વ.પૃ.૬૯૯)
જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે ક્રિયા કરે તો અપ્રમત્ત ઉપયોગ થાય. જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે.” (વ.પૃ.૧૦૨)
૬૦