________________
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં.....
સદ્ગરુની આજ્ઞાએ વર્તે તો પાપથી વિરમી સંસારસમુદ્ર તરી જાય
“સદ્ગુરુ ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ રે વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે.” (વ.પૃ.૭૪૯)
આજ્ઞામાં જ એકતાન થયા વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ “આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. એને માટે તમે શું ઉપાય કરશો? અથવા ઘાર્યો છે? અધિક શું? અત્યારે આટલુંય ઘણું છે.” (વ.પૃ.૨૩૦)
સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે
જીવ ખોટા સંગથી અને અસદ્ગથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યક્ત થાય.” (વ.પૃ.૭૨૭)
જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પાંચ સમિતિપૂર્વક વર્તવું જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે.” (વ.પૃ.૫૯૬)
જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસવાથી જીવનું શીધ્ર કલ્યાણ “ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.” (વ.પૃ.૬૩૭)
શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મનમોહન મેરે;
શિષ્ટ કહે તે પ્રમાણ; રે મનમોહન મેરે.” -નિત્યક્રમ (પૃ.૫૩) અર્થ : જગતમાં શાસ્ત્રો ઘણા છે અને જીવની બુદ્ધિ થોડી જ છે. માટે મનને મોહ પમાડનારા એવાં પ્રભુ જે કહે તેને જ પ્રમાણભૂત માનવું. તો જીવનું શિવભૂતિમુનિની જેમ શીધ્ર કલ્યાણ થાય.
જ્ઞાની પુરુષની એક આજ્ઞા પણ દૃઢતાથી પાળતા જીવનો મોક્ષ શિવભૂતિમુનિનું દૃષ્ટાંત - “શિવભૂતિ નામનો કોઈ નિકટભવી પરમ વૈરાગ્યવાન જીવ ગુરુ પાસે દીક્ષા પામી મહાન તપશ્ચર્યા કરવા લાગ્યો. પરંતુ ગુરુ પાસે શાસ્ત્ર ભણવા જેટલો કે
૬૧