________________
આજ્ઞાભક્તિ
સરળતાથી સમજાય તેના માટે અનેક દ્રષ્ટાંતો અને તેના રેખાચિત્રો આપવામાં
આવ્યા છે. જેથી આ આજ્ઞાસહિતની ભક્તિ કરતાં તેના અર્થ સમજાવાથી ભાવ
= આવે અને કર્મોની બળવાન નિર્જરા થાય એ આ સંગ્રહનો હેતુ છે, જે સર્વને કલ્યાણરૂપ થાઓ. ઉપદેશામૃત' માંથી -
પરમકૃપાળુદેવની આજ્ઞા સંત પાસેથી મળી છે
તે ઠેઠ ક્ષાયિક સમકિત પમાડશે. “સંસાર આખો ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. તેમાંથી બચાવનાર એક સમકિત છે. તે કરી લેવા જાગ્રત થવા આ અવસર આવ્યો છે. તેની ભાવના રાખવી.
સંત પાસેથી, જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. વીસ દુહા, ક્ષમાપના–આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સમતિ પમાડશે; કારણકે આજ્ઞા છે, તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતાનુસાર જે જે આજ્ઞા મળી હોય તે આરાઘવા મંડી પડવું; પછી તેનું ફળ થશે જ.” (ઉ.પૃ.૩૬૯)
પરમકૃપાળુદેવે મંત્રની આજ્ઞા બીજાને આપવા પ.પૂ.પ્રભુશ્રીજીને રજા આપી
સંતે બતાવેલું સાઘન-મંત્ર, ક્ષમાપનાનો પાઠ વગેરે ઓહોમાં કાઢી નાખવું નહીં. આ તો હું જાણું છું, આ તો મને મોઢે છે', એમ લૌકિક ભાવ ન રાખવો. એમાં જે માહાભ્ય રહ્યું છે તે કહી શકાય એવું નથી, જ્ઞાની જ જાણે છે. સૌભાગ્યભાઈએ તે સાઘન મુમુક્ષુને આપવા પરમકૃપાળુદેવ પાસેથી રજા માગી ત્યારે તે મૌન રહ્યા. અમે કહ્યું ત્યારે અમને તે બીજાને આપવા રજા આપી. તેથી અમે તો જે કોઈ જીવો અમારી પાસે આવે છે તેને એ સાધન તેના આત્માને અનંત હિતનું કરનાર જાણી આપીએ છીએ. માટે તે અલૌકિક ભાવે આરાઘવું. વધારે વખત મળે તો આલોચનાનો નિત્યક્રમ રાખવો. વચન ઉપર જો શ્રદ્ધા થશે તો સંગનું ફળ અવશ્ય થશે.” (ઉ.પૃ.૩૪૯)
કૃપાળુદેવની મંત્રની આજ્ઞા, શ્રી ઘારશીભાઈના આગ્રહથી પ્રભુશ્રીજીએ આપી
ઘારશીભાઈનો પ્રસંગ – “શ્રી ઘારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે પણ ઘંઘુકામાં શ્રી લલ્લુજી સ્વામીના દર્શન-સમાગમ અર્થે આવેલા. તેમણે એક દિવસ સ્થાનકને મેડે પધારવા શ્રી લલ્લુજીને વિનંતિ કરી. બન્ને ઉપર ગયા અને બારણા બંઘ કરી શ્રી ઘારશીભાઈએ વિનયભક્તિપૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરી શ્રી લલ્લુજી સ્વામીને વિનંતી કરી કે, “સં. ૧૯૫૭માં શ્રીમજીનો દેહ છૂટતા પહેલાં પાંચ છ દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો. તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સૌભાગ્યભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે વખતે મને એક સામાન્ય સમાચારરૂપ તે શબ્દો લાગેલા, પણ આ ત્રણ વર્ષના વિરહ પછી મને સમજાયું કે તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા.