________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
લાભ જેવા સંતોષને પામ્યો છે. હે નાથ એવી જ કૃપાથી વળી આ દાસી કિંકર ઉપર પત્ર લખવા કૃપા કરશો.” આવી લઘુતા કે દીનતા આવશે ત્યારે આત્માનું
કલ્યાણ થશે. “શું કહ્યું પરમસ્વરૂપ?'
હે પરમસ્વરૂપ એટલે ઉત્કૃષ્ટ સહજાત્મસ્વરૂપને પામેલા પરમકૃપાળુ પરમાત્મા! હું આપને વિશેષ શું કહ્યું? આપ તો મારા બઘા દોષો જાણો છો. છતાં મારા દોષોનો પશ્ચાત્તાપ કરવા માટે અને આત્માના મૂળભુત ગુણો પ્રગટાવવા માટે આપની સમક્ષ હું ભક્તિપૂર્વક પ્રાર્થના કરું છું તે સફળ થાઓ, સફળ થાઓ.
“નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં;
આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં.” ૩ અર્થ - “ઉપર કહેલું પરમસ્વરૂપ શાથી સમજાય? તો કહે, સદ્ગુરુની આજ્ઞાથી. એવા સદ્ગુરુની આજ્ઞા મેં મારા હૃદયમાં અચળપણે ઘારણ કરી નહીં.
સદ્ગુરુની આજ્ઞા રાગદ્વેષ ન કરવા તે છે. આવી આજ્ઞા ઘારણ ક્યારે થાય? તો કે પ્રભુ પ્રત્યે આદર ને વિશ્વાસભાવ આવે ત્યારે. એવો આપ પ્રભુ પ્રત્યે આદર અને વિશ્વાસભાવ પણ મારામાં નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૬) નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં.”
“થમ્પો આપ તવો ’ આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ.” -આચારાંગ સૂત્ર
“जिणाणाय कुणंताणं सव्वंपि मोक्खकारणं
सुन्दरंपि सबुद्धिजे सव्वं भवणिबंधणं" ભાવાર્થ - જિનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ સ્વમતિ કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે. -શ્રી સદ્ગુરુ પ્રસાદ (પૃ.૧)
દાન તપ શીલવ્રત નાથ આપ્યા વિના, થઈ બાઘક કરે ભવ ઉપાધિ.” શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી -
આત્માર્થીએ સંપૂર્ણપણે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું “સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે.” (વ.પૃ.૬૮૮)
પ૨