________________
નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ?...
છે, જ્યારે દાંત પોતાના કઠણપણાને લીધે એકબીજાને અથડાઈને નાશ પામ્યા ૩ છે. માટે નમ્ર થવું, પણ કઠણ ન થવું, સમજાયું? શિષ્ય હુંકારમાં માથું ધુણાવ્યું કે આ હાજી સમજાયું.” (સંતોની જીવનપ્રસાદીમાંથી)
લઘુતા કે નમ્રતા જીવનમાં આવે તો તે વ્યક્તિ બઘાને પ્રિય લાગે છે. પણ વાણીમાં કે વર્તનમાં કઠોરતા હોય તો તે કોઈને ગમતો નથી. માટે સદૈવ લઘુ અને નમ્ર થવું. પણ હે પ્રભુ! મારામાં હજી સુધી તેવી લઘુતા કે દીનતા અર્થાત્ નમ્રતા આવી નથી.
“ખરી રીતે લઘુતા આવે ત્યાંથી જ ઘર્મ પ્રગટે' માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય, જાતાં સદ્ગશરણમાં અલ્પ પ્રયાસે જાય.” જ્ઞાનીપુરુષ ઓળખાય તો એમ થાય કે એમનામાં માન નથી. તેથી દૈન્યત્વ આવે, માન ન થાય. સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને હું અધમાધમ છું એવી ભાવના પરમ દૈન્યપણું હોય તેને થાય છે. એ પરમ દૈન્યપણું અટક્યું છે, ટતું નથી, ત્યાં સુધી યોગ્યતા આવતી નથી. ખરી રીતે લઘુતા આવે ત્યાંથી જ ઘર્મ પ્રગટે છે. પુરુષનું માહાસ્ય સમજાય ત્યારે જ લઘુતા આવે છે. “વાસો ૬ થાય છે, તેથી માન રહેતું નથી. પછી સમજાય કે ‘સોડ€.” ” (બો.૨ પૃ.૬૨)
ક્યાં સિદ્ધ ભગવાન અને ક્યાં હું અનંતદોષનું પાત્ર “સિદ્ધ સાથે સરખાવતાં અનંત દોષનું ભાજન છે. એમ વારંવાર વિચારી લઘુતા ઘારણ કરવી. શું કરવાથી મારા આત્માનું કલ્યાણ થાય? તેનો વિચાર કરવો. પુણ્યને લઈને કંઈ મળ્યું હોય અને અભિમાન થતું હોય તો ઝટ તે અભિમાન કાઢી નાખવું, જેમ કાંટો કાઢી નાખે તેમ.”
(બો.૨ પૃ.૭) હું મોટો છું, હું ડાહ્યો છું એમ કરી કોઈ મોક્ષે ગયા નથી “માન જાય તો વિનય આવે. વિનય ગુણ આવે તો બધું પ્રાપ્ત થાય છે. માનથી ફૂલી ગયો છે. હું જ મોટો ને બાકી બધા નાના એમ માને છે. વિનય આવે તો બીજાના ગુણો દેખાય. મોટામાં મોટો દોષ માન. હું જાણું છું, હું ડાહ્યો છું એમ માને તેથી અટકી પડે છે. હું ડાહ્યો છું એમ કરી કોઈ મોક્ષે ગયા નથી. જે લઘુ એટલે નાનો થાય તે જ મોક્ષની બારીમાં પેસી શકે. પોતાની પામરતા સમજે તો સદ્ગુરુના ગુણોનું માહાસ્ય સમજાય અને તેમના પ્રત્યે ઉલ્લાસભાવ ભક્તિ પ્રગટે ત્યારે જ્ઞાન થાય.” (બો.૩)
૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી પરમકૃપાળુદેવ કરતાં ૧૪ વર્ષ ઉંમરમાં મોટા છે અને સાધુપુરુષ છે છતાં પોતાના ગુરુ પ્રત્યે કેવી લઘુતા છે તેનો પુરાવો તેમના પત્ર દ્વારા જાણવા મળે છે :
શ્રી સૂર્યપુર નિવાસી અલ્પજ્ઞ પામર બાળકના પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશોજી. આપની પવિત્ર સેવામાંથી એક પ્રેમરસ સહિત અમૃતધારાવાળું વચનામૃતોનું ભરેલું એક કાર્ડ આપના દીન કિંકર શિષ્યને મળ્યું જેથી આ અતૃપ્તિ આતમા તેનું પાન કરવાથી અતિ આનંદ સાથે દર્શનના
૫૧