________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
નહિં ચિંતવ્યું મેં નર્ક, કારાગ્રહ સમી છે નારીઓ; મથુબિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો.” ૨૦.
અર્થ –મેં ભોગોને સુખદાયક માન્યા પણ તે રોગને આપનાર છે એમ વિચાર ન કર્યો. મેં ઘનને ભેગું કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ મરણ આવી મને લઈ જશે અને આ બધું અહીં જ પડ્યું રહેશે તેનો મને વિચાર પણ ન આવ્યો. મારામાં મોહનો ઉદય હોવાથી મારા માટે સ્ત્રી તે નરકરૂપ કારાગૃહમાં નાખનારી છે એમ પણ મેં કદી ચિંતવ્યું નહીં અને મઘુબિંદુ સમાન વિષયસુખ મેળવવાની આશામાં એના ફળમાં ચારગતિમાં કેવા દુઃખો ભોગવવા પડશે તેનો ભય માત્ર હું ભૂલી ગયો અને મોહમાં જ રાચી રહ્યો. હે પ્રભુ! એ મારી કેટલી ગાઢ અજ્ઞાનતા છે.
મોટામાં મોટો દોષ તીવ્ર મુમુક્ષતા કે મુમુક્ષતા જ નથી જીવના દોષો અનંત છે. રોજ બોલીએ છીએ “હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” અનંત પ્રકારના દોષોમાં મોટામાં મોટો દોષ તો તીવ્ર મુમુક્ષતા નથી કે મુમુક્ષતા જ નથી એ છે. બધા જીવો ઘર્મ પાળે છે. જીવ ગમે તે ઘર્મ પાળતો હોય અને માને કે હું મુમુક્ષુ છું, પણ એ મુમુક્ષતા નથી. મનુષ્યમાત્ર ગમે તે ઘર્મને માને છે. દરેકને ઘર્મ ગમે છે અને તે પ્રમાણે કરવાની માન્યતા હોય છે, પણ એ મુમુક્ષુતા જ્ઞાની પુરુષોએ સ્વીકારી નથી. તેનું નામ મુમુક્ષુતા નથી એમ કૃપાળુદેવ કહે છે.” (બો.૨ પૃ.૬૦)
પરમકૃપાળુદેવે પ.પૂ.પ્રભુશ્રીજીને સાનથી ભૂલોની સ્મૃતિ આપી તેનો ઉપકાર એક પત્રમાં પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે, તે નીચે પ્રમાણે –
- પ.પૂ. પ્રભુશ્રીજીની જેમ પુરુષના બોઘથી દોષો ખુંચે તો કામ થાય
હે પ્રભુ મારી ભૂલ ઘણી તે સત્પરુષની સાનથી બેચાર ભૂલની કોઈ સ્મૃતિ આપી, તે અલ્પ બુદ્ધિથી મારા જોવામાં આવી, તેથી વારંવાર અવસરે યાદ આવો છો; કે હે જીવ - દોષ તો અનંત છે, પણ અહંકારથી તે જોયા નહીં. તે માંહે નાથ આપ તો જાણતા થકી જે આ કેવો બાળક જેવો બિચારો અહંકારમાં ડોલ્યાં કરે છે. તો પણ મુને કદી મોંઢે કહ્યું નહીં. અને દોષને ટાળવાને તમે શરણ થયા.
હે નાથ ઘન્ય છે આપની સમતા, ગંભીરપણાને જે મુને કાંઈ કહ્યું નહીં. અને મેં તે ભૂલ દેખી, વિચાર થયો કે વાહ મારા પ્રભુની ઘીરજને ઘન્ય છે.
હે પ્રભુ માવિત્ર, આ કલેષિત દુષ્ટ આત્માને ધિક્કાર છે કે આ દુષમકાળમાં સપુરુષની અમૃતવાણી સાંભળતા હજુ છાતી ભેદાતી નથી. જરા લાજ નથી. કાળનો ભરોસો નથી. વળી જીવ તો જાણે ઘણા કાળનો આગ્રહ કરી રહ્યો છે. હે પ્રભુ સંસારથી વિરક્ત થઈ આપની ભક્તિમાં અહોરાત્રિ રહેવાય એવું શું સાઘન હશે તે કૃપા કરી જણાવો.”
૩૮