________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
મોક્ષ થવા માટે આત્મા જેને પ્રગટ છે એવા જ્ઞાનીની આજ્ઞા આરાઘવી
“જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં
સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ઘનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.....
અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાઘવી જોઈએ.” (વ.૫.૨૬૨) અનંતકાળથી જીવ રખડે છે. છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે. જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.” (વ.પૃ.૭૬૬)
નિઃશંકતાથી જ્ઞાનીની આજ્ઞા આરાધે તેની સર્વ વાસના ક્ષય થાય. “કોઈ પણ પ્રકારે સદ્ગુરુનો શોઘ કરવો; શોઘ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.” (વ.પૃ.૨૪૬) શીલોપદેશમાળા' માંથી -
પ્રાણ જતાં પણ આજ્ઞાનો ભંગ કરું નહીં હે ભગવાન! તેં જે જે આજ્ઞા કરી હોય તે હું ન તોડું, વંકચૂલની જેમ. વંકચૂલે પોતાના પ્રાણ જતા કર્યા પણ જ્ઞાની પુરુષે જે આજ્ઞા આપી હતી તેનો ભંગ કર્યો નહીં.
વંકચૂલનું દૃષ્ટાંત - “વંકચૂલ રાજાના કુંવર હતો. પણ વ્યસનોમાં પડવાથી રાજાએ કુંવરને દેશનિકાલ આપ્યો. કારણ કે ‘વૈરી, વ્યાધિ, અગ્નિ, વાદ અને વ્યસન એ વૃદ્ધિ પામે તો મહા અનર્થના કરનાર થાય છે. તે પોતાની પત્ની અને બહેનને સાથે લઈ નીકળી પડ્યો. જંગલમાં ભીલોનો રાજા થયો. ત્યાં મુનિઓ વિહાર કરતા કરતા આવી ચઢ્યા. મુનિઓએ કુંવરને કહ્યું – વર્ષાઋતુ નજીક આવી ગઈ છે તેથી અમે વિહાર કરી શકીએ એમ નથી. માટે અમને રહેવા માટે સ્થાન આપો. ત્યારે વંકચૂલે કહ્યું–રહેવા માટે સ્થાન આપું પણ તમારે અહીં ઉપદેશ આપવો નહીં. મુનિએ આ વાત કબુલ કરી. ચોમાસું પુરુ થયે મુનિઓ વિહાર કરી જતા હતા ત્યારે વંકચૂલ પણ વળાવવા આવ્યો. તે વખતે મુનિએ કહ્યું – તું કંઈ નિયમ લે. તેણે કહ્યું શું નિયમ લેવો? મુનિએ કહ્યું આ ચાર નિયમ લે. એક તો અજાણ્યું ફળ ખાવું નહીં. બીજું કોઈને ઘા કરે તો સાત ડગલાં પાછાં વળીને ઘા કરવો. ત્રીજ રાજાની રાણીનું સેવન ન કરવું અને ચોથું કાગડાના માંસનો ત્યાગ કરવો. પ્રાણ જાય તો પણ આ નિયમ તોડીશ નહીં. તે ચારેય નિયમ કુંવરે અંગીકાર કર્યા.
૫૬