________________
‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’.....
એક દિવસ વંકચૂલ ઘણા ભીલો સાથે જંગલમાં આવ્યો. ત્યાં એક ઝાડ ઉપર સુંદર ફળો જોઈ તોડી લાવી વંકચૂલ આગળ મૂક્યા. ત્યારે તેણે કહ્યું શેના ફળ છે? ભીલોએ કહ્યું : અમને ખબર નથી. ત્યારે વંકચૂલે અજાણ્યા ફળ ખાવાની ના પાડી. પણ બીજા બઘાએ ખાધા તેથી બઘા મરી ગયા.
જબ
sw t *
C : મ
જિક
CO
વંકચૂલ ઘરે આવી જોતાં પોતાની બહેન પુરુષના કપડાં પહેરી પોતાની સ્ત્રી સાથે સૂતેલી જોઈ, કોઈ પરપુરુષ છે એમ જાણી તેને મારવાનો વિચાર કર્યો. તે વખતે ગુરુની આજ્ઞા યાદ આવી. તે ગુરુની આજ્ઞા પ્રમાણે સાત ડગલાં પાછા હઠી ઘા કરતાં તલવાર દિવાલે અથડાઈ અને બહેન જાગી ગઈ અને બોલી કોણ? - ભાઈ તમે? આમ નિયમના કારણે આ બીજાં અનર્થ થતાં અટક્યું. તેથી ગુરુના વચન ઉપર વિશેષ શ્રદ્ધા આવી.
૫૭