________________
આજ્ઞાભક્તિ
આખી રાત કરતા, અને આંખમાંથી આંસુ પડવા લાગતાં. એમ આ વીસ દોહરાની અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” -બો.૨ (પૃ.૧૯૭)
વીસ દોહા રોજ લાખ વાર બોલાય તોય ઓછા છે “રોજ લાખવાર વીસ દોહા બોલાય તોય ઓછા છે, એમ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ એક વખત કહેલું. પ્રભુ પ્રભુ લય લગાડવાની છે.” -બો.૩ (પૃ.૫૨૧)
વીસ દોહરા પ્રાર્થના છે. તેમાં દરેક શબ્દ મંત્રતુલ્ય છે “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ” એ લીટીથી શરૂ થતા વીસ દોહરા પ્રાર્થનાના છે તે મુખપાઠ કરી રોજ બોલવાનો નિત્યનિયમ રાખવા ભલામણ છે. તેમાં દરેક શબ્દ મંત્રતુલ્ય છે એમ ગણી અહીં આવતાં પહેલાં બને તેટલા શીખી લેવા ભલામણ છેજી. જે વાત અહીં આવ્યું કહેવી છે તેમાંથી એ પણ છેજી. જેટલો ગોળ નાખે તેના પ્રમાણમાં ગળ્યું થાય છે, તેમ જેટલો હૃદયનો ભાવ આ દોહરામાં રેડાશે તેટલો આત્મા ઊંચો આવે તેવો એમાં ચમત્કાર છે; તે જેમ જેમ વિશેષ તેનું આરાઘન થશે તેમ તેમ સમજાશેજી. હાલ તો મુખપાઠ કરી રોજ ફેરવતા રહેવાનો નિયમ રાખશોજી. આ અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા છે તે ઉઠાવતા રહી આનંદમાં રહેતાં શીખો એ ભલામણ સહ પત્ર પૂર્ણ કરું છુંજી.” -ઓ.૩ (પૃ.૩૨૬)
વીસ દોહા બોલતાં વિચાર કરવો, તો મનને કામ મળે અને બીજે જતું અટકે
વીસ દોહરા બોલતાં મન ભટકતું હોય તો છેલ્લી કડીથી પહેલી તરફ બોલવા માંડવા તથા દરેક કડીમાં શી ભાવના કરવાની છે તેનો વિચાર ગાતાં ગાતાં કરવો તો મનને કામ મળશે એટલે બીજા વિચારોમાં જતું અટકશે.” -બો.૩ (પૃ.૬૯૬)
- વીસ દોહરાનો સંક્ષિપ્ત ભાવાર્થ બોઘામૃત ભાગ-૨' માંથી :
આત્માના ગુણો વઘારવા પ્રભાવના છે.
હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? હે પરમકૃપાળુદેવ! શું કહ્યું? કંઈ કહેવા જેવું નથી. હે કરુણાના સાગર! અનંત દોષનું પાત્ર હું છું અને આપ દીનાનાથ એટલે આપમાં જે જીવોની અર્પણતા છે તેના આપ નાથ છો, સ્વામી છો. તેમના દયાળુ દેવ છો.
મારામાં શુદ્ધ ભાવ નથી. વળી મારા ભાવો આપનામાં રમણ કરતા નથી. પરિગ્રહરહિત, બોજારહિત લઘુત્વભાવ નથી ને દાસત્વભાવ પણ નથી. હે પરમસ્વરૂપને પ્રાપ્ત પરમાત્મા! આપને હું શું કહ્યું? વળી આપ સહુરુષ સદ્ગુરુની આજ્ઞામાંથી કદી ચલાયમાન ન થાઉં એવી અચલ આજ્ઞા મારા હૃદયમાં ઘારણ કરી નથી. તેમ આપશ્રીનો પૂર્ણ વિશ્વાસ, નિશ્ચય દ્રઢપણે નથી અને આપમાં જ મારો પરમ પ્રેમ, ભક્તિ જોઈએ તે નથી. જ્ઞાનીની આજ્ઞાની એક લક્ષે આરાઘના નથી.
૨૪