________________
કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનનાથ'...
સંક્ષેપાર્થ – હે પ્રભુ! આપની મૂર્તિ તો અમિયભરી એટલે અમૃતરસનો ભરેલો જાણે કુંડ ન હોય એવી ભાસે છે. એની રચનાની ઉપમા બીજા કોઈ સાથે આપી શકાય એમ નથી.
વળી આપની મૂર્તિ તો રાગદ્વેષથી રહિત અને સમભાવ સહિત એવા શાંત સુઘારસમાં ઝીલી રહી છે કે જેને નિરખત એટલે ઘારીઘારીને જોવા છતાં પણ મારા મનને તૃપ્તિ થતી નથી, અર્થાત્ વારંવાર જોયા કરવાની ભાવના રહ્યા કરે છે. કારણ કે તરૂપ બનવા માટે આપની મૂર્તિ મને પરમ આધારરૂપ છે.” Iકા -ચૈત્યવંદન ચોવીશી (અર્થસહિત) ભાગ-૧ (પૃ.૧૫૯) (શ્રી મલકચંદભાઈ મોરબીવાળાના પ્રસંગમાંથી)
શાંત વીતરાગ મુદ્રા - કેવળ કરુણાની મૂર્તિ જાણે સાક્ષાત્ ભગવાન જ છે
શ્રી મલકચંદભાઈનો પ્રસંગ - પરમકૃપાળુદેવની મુદ્રા તદ્દન વિષય-કષાય રહિત અને શાંત હતી અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જાઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય! તેમ જ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હોય નહીં. અખંડ ઉપયોગ રાખતા તથા વાતની સંકલના અભુત લાગતી. ખાતાં, ઉઠતાં, બેસતાં તદ્દન અપ્રમત્ત દશા જોવામાં આવતી.
એક વખત બોલ્યા કે, જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું. વાણી તદ્દન અમૃતમય અને સાતિશયવાળી હતી. વચન એવાં ટંકાત્કિર્ણ હતાં કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં. અને એમ જ ઇચ્છા રહે કે તેઓશ્રીની સમીપમાં રહીએ જેથી હમેશાં નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી લબ્ધિઓ પ્રગટી હતી.”
-શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૭૯) “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨' માંથી -
“શ્રી રાજચંદ્ર-ચરણે નમું જયવંતાજી, જેના ગુણ અનંત રે ગુણવંતાજી,
તારક તત્ત્વ બતાવતા જયવંતાજી, અકામ કરુણાવંત રે ગુણવંતાજી. ૧ અર્થ – શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું પ્રણામ કરું છું. જેનું શુદ્ધ સ્વરૂપ ત્રણે કાળમાં જયવંત છે, અર્થાત્ જેના શુદ્ધ સ્વરૂપનું અસ્તિત્વ ત્રણેય કાળમાં વિદ્યમાન છે. તે શુદ્ધ સ્વરૂપમાં અનંત ગુણ રહેલા હોવાથી તે ગુણોના ભંડાર છે. જે ભવ્યાત્માઓને સંસાર સમુદ્રથી તારનાર એવા આત્મતત્ત્વને બતાવનારા છે, એવા પરમકૃપાળુ પ્રભુ અકામ એટલે નિષ્કામ કરુણાશીલ સ્વભાવવાળા હોવાથી સદા પૂજનીય છે. તેના
ગુણ ગુરુના શું વર્ણવું? જય૦ અમાપ એ ઉપકાર રે ગુણ
કેવળ કરુણા-મૂર્તિ છે, જય૦ મોક્ષમાર્ગ-દાતાર રે ગુણ૦૨ અર્થ - એવા ગુરુ ભગવંતના ગુણોનું હું શું વર્ણન કરી શકું? જેને મારા પર કોઈ કાળે
૨૩૩