________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
સત્સંગથી આત્મવિચાર ઉત્પન્ન થઈ અંતે જીવનો મોક્ષ થાય
“આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે; સત્સંગના
આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (વ.પૃ.૪૫૧),
કલિયુગમાં મહાપુણ્ય સપુરુષનો યોગ અને સત્સંગ મળે “સપુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સપુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે.” (વ.પૃ.૬૧૩)
સત્સંગના વિરહમાં સપુરુષના વચન વિચારવાનું રાખવું યોગ્ય સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દૃઢભાવે તે ભાવના ઇચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વર્યા કરવું; અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નત્તિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે.” (વ.પૃ.૩૨૯)
બાહ્ય ઉપાધિ ઓછી કરી સત્સંગ વિશેષ કરવો “સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે. અને સત્સંગનો યોગ મટ્યો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે બાધઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્યત્યાગ શ્રેષ્ઠ છે. બાહ્યત્યાગમાં જ્ઞાનીને દુઃખ નથી: અજ્ઞાનીને દુ:ખ છે. સમાધિ કરવા સારુ સદાચરણ સેવવાનાં છે. ખોટા રંગ તે ખોટા રંગ છે. સાચો રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો, (દેહ ઘારણ કરવાનું ન રહે, એમ સમજવું. જ્ઞાનીનાં વચનો પ્રથમ કડવાં લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાની પુરુષ સંસારનાં અનંત દુઃખો મટાડે છે. જેમ ઓસડ કડવું છે, પણ ઘણા વખતનો રોગ મટાડે છે તેમ.” (વ.પૃ.૭૦૬)
દીર્ઘકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યક્તા “જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસાવૃત્તિએ દીર્ઘકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વીતરાગકૃત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર
૯૮