________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
"દ ન વૈરાગ્ય વઘારવો જોઈએ. સપુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો
હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે.
* સત્સંગસમાગમની જરૂર છે. બાકી સપુરુષ તો જેમ એક વટેમાર્ગ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ઘરાવવા કે શિષ્યો કરવા માટે સત્પરુષની ઇચ્છા નથી. સત્પરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતો નથી. દુરાગ્રહ મટ્યો તેને આત્માનું ભાન થાય છે. પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. ભ્રાંતિ જાય તો તરત સમ્યકત્વ થાય.” (૨.૫.૭૧૧) ભગવાનનો થોડો જ ઉપદેશ સાંભળી વિચાર્યો તો કલ્યાણ થઈ ગયું. તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે :
પિતાએ કહ્યું- મહાવીરના વચન કદી પણ સાંભળીશ નહીં રોહિણેય ચોરનું દૃષ્ટાંત – પિતા લોહખુરે કહ્યું હે પુત્ર રોહિણેય! પ્રસેનજિત રાજાનો પ્રતાપ દેશ વિદેશમાં છે છતાં તે મારા નામથી ધ્રુજે છે. તેના બુદ્ધિનિઘાન મંત્રીઓએ અનેક બુદ્ધિઓ લડાવી પણ મને ન પહોંચી શક્યા. હું હવે થાક્યો છું. કાલે મરણ આવી જશે, પણ આપણાથી રાજરાજેશ્વરો સરખા કંપે છે તેવી ઘાક તું ઓછી ન થવા દઈશ; અને એક પ્રતિજ્ઞા તું
મારી આગળ લે. પુત્ર કહે – “કઈ ('C- પ્રતિજ્ઞા?’ તો કે “મહાવીરની વાણી
તારે કદી સાંભળવી નહીં.” “કેમ?” તો કે ભૂલે ચૂકે પણ જો તેમની વાણી સંભળાય તો જે શૂરવીરતા, નિર્દયતા અને ક્રૂરતાનો આપણામાં જે વેગ છે તે ઓસરી જાય. પુત્રે પિતાની આજ્ઞા માન્ય કરી. તેથી પિતા લોહખુર હર્ષ પામ્યો. આવો ઉપદેશ આપી લોહખુર મરણ પામ્યો.”
ભગવાન રાજગૃહી નગરીમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. તેમાં બેસીને પ્રભુએ ઘર્મદેશના આપવા માંડી. પેલો રોહિણેય ચોર રાજગૃહી નગરી તરફ જતો હતો.
ત્યાં માર્ગમાં સમવસરણ આવ્યું તેથી ચોરે વિચાર્યું કે પિતાની
૩૨