________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
સંક્ષેપાર્થ :– જ્યાં મતાગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ હોય ત્યાં પક્ષપાત હોય છે. અને પક્ષપાતીનું વચન સત્ય હોતું નથી. તેથી આવા પક્ષપાતીઓના વચનથી સાચા દેવ, ગુરુ, ધર્મની શુદ્ધિ એટલે સાચું ઓળખાણ કેવી રીતે થાય? અને સાચું ઓળખાણ થયા વિના તે પ્રત્યે સાચી શ્રદ્ધા પણ કેમ આવે? શુદ્ધ શ્રદ્ધાન એટલે વ્યવહાર સમકિત વગરની સર્વ તપ સંયમની ક્રિયા તો છાર એટલે ધૂળ અથવા રાખોડી ઉપર લીંપણ કર્યા સમાન જાણવી. પણ સદેવ-ગુરુ—ધર્મની સાચી શ્રદ્ધા-સહિત, સદ્ગુરુ આજ્ઞાએ, આત્માર્થના લક્ષે, નિષ્કામ ભાવે કરેલી ક્રિયા વડે જ કર્મોની નિર્જરા થઈ, શાશ્વત સુખ શાંતિ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.’” પ।। -ચૈ.વંદન ચોવીશી (અર્થસહિત) ભાગ-૧ (પૃ૧૭૨) પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧-૨' માંથી :
“તેથી તજી સૌ કાજ જ્ઞાની જન શોધજો રે, જ્ઞાની જ્ઞાની મળ્યે વિશ્વાસ અચળ ઉર ઘારજો રે; અચળ૦ પ્રાણ થકી પણ પ્રિય ગણી સત્સંગને રે, ગણી યથાશક્તિ પુરુષાર્થ કરી રાખો રંગને રે. કરી
અર્થ :— તેથી બીજા સર્વ કાર્યોને મૂકી દઈ પ્રથમ જ્ઞાનીપુરુષની શોધ કરજો. જ્ઞાનીપુરુષ મળી આવે કે તેના ઉપર અચળ દૃઢ શ્રદ્ધાને ઘારણ કરજો. પ્રાણથી પણ પ્રિય સત્સંગને ગણી, યથાશક્તિ આત્મજ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કરી આત્માને સાચો રંગ ચઢાવજો. સત્સંગમાં ભાલાના વરસાદ વરસે તો પણ છોડશો નહીં. અને કુસંગમાં મોતીઓની લહાણી મળે તો પણ જશો નહીં.” ||૮|| -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૪)
“કરું શ્રદ્ધા સાચી, અચળ, મરણાંતે ટકી રહે, વળી વાણી-કાર્ય ઉપશમ-અમીનો રસ વહે, લહું અંતે શાંતિ પરમ સુખધામે પ્રગટ જે, અનંતી આત્માની અખૂંટ વિભૂતિ એકરૂપ તે. ૧૨
અર્થ :- આપણા શુદ્ધ સ્વરૂપની એવી સાચી શ્રદ્ધા કરું કે જે અચળપણે મને મ૨ણની છેલ્લી ઘડી સુધી ટકી રહે. વળી મારા વાણીકાર્યમાં કહેતા વાણી બોલવામાં પણ જાણે કષાયની ઉપશાંતતા થઈ હોય એવો અમી એટલે અમૃતમય મીઠી નિર્દોષ વાણીનો ૨સ વહે. તેના ફળસ્વરૂપ જીવનના અંત સમયે હું એવી પરમ આત્મશાંતિને પામું કે જે ‘સ્વયંજ્યોતિ સુખધામ' સ્વરૂપ એવા આત્મામાં સદા પ્રગટ છે. આત્મામાં અનંત અખૂટ ગુણોની વિભૂતિ એટલે વૈભવ તે એકરૂપ થઈને સર્વકાળ સ્વભાવમાં રહેલો છે તેને હું આપની કૃપાએ હવે પ્રગટ કરું.’’ ।।૧૨।। -પ્ર.વિ.ભાગ.૧ (પૃ.૫)
૮૬