________________
આજ્ઞાભક્તિ
નિત્યનિયમાદિ પાઠ' માંથી -
ભાવાર્થ – “શ્રી સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમનો નિશ્ચય
થયે સ્વસ્વરૂપની શ્રદ્ધા થાય છે. અપ્રમત્ત સંયમનું ભાન પ્રગટે છે, પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવ પ્રગટવાનું તે કારણ બને છે; અને છેલ્લે અયોગી સ્વભાવ ચૌદમે ગુણસ્થાનકે પ્રગટે છે અને અનંત અવ્યાબાઘ સ્વરૂપમાં સ્થિતિરૂપ મોક્ષ થાય છે, તેનું કારણ પણ તે વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ છે.” -નિ.પા. (પૃ.૧૨)
“સહજાત્મ, સહજાનંદ, આનંદઘન નામ અપાર હૈ, સતુદેવ, ઘર્મ સ્વરૂપ-દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુભક્તિસે લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ,
ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ.” ૩ અર્થ - “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુઘીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે.” (વ.પ્ર.૨૬૯) કેમકે વચનામૃત કોના? તો કે સત્પરુષના. વીતરાગ મુદ્રા કોની? તો કે સત્પરુષની. અને સત્સમાગમ કોનો? તો કે સત્યરુષનો. માટે સત્યરુષના એટલે સદ્ગુરુના અનેક ગુણસંપન્ન નામો ઉપકારના બદલામાં અત્રે જણાવે છે -
‘સહજાત્મ એટલે જે સહજાત્મસ્વરૂપ છે. “સહજાનંદ” એટલે જે સહજ આનંદમાં લીન છે. આનંદઘન” એટલે જે આનંદના ઘનરૂપ છે. એવા જેમના ગુણસંપન્ન અપાર નામો છે. જે સાચા દેવ અરિહંત અને સાચો ઘર્મ તે આત્મધર્મનું યથાર્થ સ્વરૂપ દર્શાવનારા છે. એવા સદ્ગના ગુણો તો પારાવાર છે અર્થાત્ તેમના ગુણોનો પાર આવે તેમ નથી. કહ્યું છે કે
“સાત સમંદ (સમુદ્ર) કી મસિ (સ્યાહી) કરો, લેખની (કલમ) સબ વનરાઈ (જંગલો);
ઘરતી (પૃથ્વી) સબ કાગજ કરો,
હરિ (પ્રભુ) ગુણ લિખ્યા ન જાઈ.” એવા આત્મજ્ઞાની ગુરુની ભાવથી ભક્તિ કરવાથી તીર્થપતિ કહેતા તીર્થંકરની પદવીને પણ પામી શકાય છે; એવું શાસ્ત્રમાં વિસ્તારથી કથન છે. માટે ત્રિકાળ જયવંત વર્તી એટલે ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ સદા બન્યું રહો એવા પરમકૃપાળુ ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને મારા કોટિશઃ પ્રણામ હો. નિત્યનિયમાદિ પાઠ' માંથી -
ભાવાર્થ -“શ્રી સત્પરુષથી જીવને અચિંત્ય લાભ પ્રાપ્ત થાય છે, તેથી તેનાં અનેક ગુણસંપન્ન નામો ગણાવે છે; સહજાત્મ, એટલે સહજ સ્વરૂપને રહેવાનું ઘામ, સહજાનંદ એટલે
૧૦