________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
પોતે કહ્યું કે જાઓ ઉપર ડૉક્ટરને બતાવજો અને કહેજો કે એક પૈસાની આ નવ દાતણની સોટીઓ છે. ઉપર જઈ ડૉક્ટરને કહ્યું અને ડૉક્ટર આશ્ચર્ય પામ્યા. હું નીચે આવ્યો અને ડૉક્ટર સાહેબ પણ નીચે આવી ભાઈશ્રીને ત્યાં જમવા
પધાર્યા.
મને વિચાર થયો કે શ્રી પરમકૃપાળુદેવે ડૉક્ટર સાહેબને શા હેતુથી દાતણ બતાવરાવ્યા હશે? વિચાર કરતાં મને એમ લાગ્યું કે જીવને અહંકાર થતો હોય કે હું આવો છું તો હે જીવ, જરા વિચાર કર કે એક પૈસામાં તું વેચાયો છું, માટે અહંકાર કરીશ નહીં.’’ -શ્રી. રા. પ્રેરક પ્રસંગો (પૃ.૩૨૧)
મેં તો વૃત્તિ શાંત કરી છે એવું અહંપણું આવવાથી ચારગતિમાં રખડે
“તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું સ્ફુરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. ‘વૃત્તિ શાંત કરી છે', એવું અ ંપણું જીવને સ્ફુર્યાથી એવા ભુલાવાથી રખડી પડે છે.’” (વ.પૃ.૬૯૬)
(શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદ ખંભાતવાળાના પ્રસંગમાંથી)
બહુ ડાહ્યો થાય તે સંસારમાં રઝળે
શ્રી ત્રિભોવનભાઈનો પ્રસંગ :–“એક વખતે ભાદરણવાળા ઘોરીભાઈ સાથે સાહેબજી મોહનીય કર્મસંબંઘી વ્યાખ્યા કરતા હતા ત્યારે કહ્યું કે “મોહનીય કર્મની પ્રકૃતિઓ જોર કરી જાય ત્યારે સામા થવું. એમ કરતાં જય થાય. ઘોરીભાઈએ સાહેબજીને કીધું કે મેં એક સિદ્ધાંતમાં એવું વાંચ્યું છે કે ‘ડાહ્યો વિચક્ષણ બહુ પરિભ્રમણ કરે, તે કેમ હશે?
સાહેબજીએ કીધું કે “આ સંસારમાં જે બહુ ડાહ્યો થાય તે પરિભ્રમણ કરે; ઇત્યાદિ.’’ વ્યાખ્યા સાહેબજીએ કરી હતી.’’ -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૮૯)
અહંભાવથી રહિત થવા માટે નિત્ય પોતાનું હલકાપણું દેખવું
પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને અહંમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું; વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૮૮)
(શ્રી નાનચંદભાઈ ભગવાનભાઈ પૂનાવાળાના પ્રસંગમાંથી)
‘જાણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી'
શ્રી નાનચંદભાઈનો પ્રસંગ :-‘હું સાંજના ૬ા ને આશરે તેમને મળવા ગયો. સાથે રતનજી વી૨જીના માણસને લઈને ગયો. હું પરગામનો છું જાણી મને આવકાર દઈને જોડે બેસાડ્યો, પણ મારી અજ્ઞાનતાને લીધે, અભિમાન અને અહંકારને લીધે માનતો હતો કે મારા આગળ ધર્મ સંબંધી શ્રીમદ્ શું બોલી શકશે? મોટા મોટા મુનિરાજો પણ મારા પ્રશ્નોનું સમાધાન
૨૧૬