________________
શ્રી ધન્યકુમાર
* ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
82385288888888888888888888888888888888
ધર્મજ જય થાય છે. રાજકુમાર વિચારવા લાગ્યું કે-આને દુબળ દેખાતા ઘેટાએ મારા ઘેટાને કેવી રીતે છો? માટે સારા દેશમાં ઉત્પન્ન થયેલ તથા સર્વ લક્ષણયુક્ત તે ઘેટ ખરીદી લઉ તે બીજા ઘણા ઘેટાએને જીતી લાખ નયા મેળવી શકું. આ પ્રમાણે વિચારી તે ધન્યકુમારને કહેવા લાગે કે–તમારે ઘેટો તે અમારે લાયક છે. તમારા જેવા મોટા શેઠીઆએને આ પ્રમાણે પશુ પાળવા એ ઠીક નહિં, વળી ઘેટાઓની રમત પણ ક્ષત્રિઓને જ શોભે, તમારા જેવા વ્યાપારીઓને શોભે નહિં, માટે આ ઘેટાનું જે તમને મુલ્ય થયું હોય તે લઈને અથવા અમુક નફે લઈને મને વેચાતે આપે. ધન્યકુમારે રાજકુમારનું કહેવું સાંભળીને વિચાર્યું કે-આ ઘેટાને ખેલ વેપારીના પુત્રને વેગ્ય ન ગણાય તે વાત સાચી છે, માટે મારા કહ્યા મુજબ જે મુચ આપે તે ભલે તેને જ વેચી દઉં. આમ વિચારી મિતપૂર્વક તેણે કહ્યું કે-કુમાર ! આ સર્વ લક્ષણવાળે ઘેટે બહુ શોધ કર્યા પછી મને મળે છે, તેમજ વળી મેં તેના ઉપર બહુ ધન ખરચ્યું છે. તે તમને કેવી રીતે આપી દઉં? પરંતુ સ્વામીનું વાકય પાછું ફેરવવું તે પણ યોગ્ય નહિ, માટે હું કહુ તે કિંમત આપીને આપ સુખેથી લઈ જાઓ ! તમારા પાસેથી વધારે લેવું તે ઠીક નહિ. આજ સુધીમાં તેના ઉપર લગભગ એક લાખથી કાંઈક વધારે ખર્ચે થયો છે. પણ તમને જોઈએ તે ફક્ત લાખ સોનિયા આપીને લઈ જાઓ. રાજપુત્રે ધન્યકુમારે માંગેલ કિમત આપી ઘટે ખરીદી લીધે, જ્યારે કોઈપણ ચીજ વેચવાની હોય છે ત્યારે વેપારીએ પિતાની ઈચ્છા પ્રમાણે તેની વધારે કિંમત કરે છે અને ઘરાક પિતાની અતિશય ઈચ્છાને લીધે ગમે તેટલું ધન આપીને પણ લેવા તૈયાર થાય છે. હવે ધન્યકુમાર પિતાને મળેલ નફે લઈને ઘરે ગયે. પહેલા કરતાં બેવડો લાભ થવાથી તેની કીર્તિ તથા યશ વૃદ્ધિ પામ્યા. સગાવાલા સંતોષપૂર્વક તેની પાસે જઈ તેના વખાણ કરવા લાગ્યા. ઉગતા સૂર્યને દુનિયા આખી કયાં નથી નમતી ? ધન્યકુમારની સ્તુતિ સાંભળી તેના ત્રણ મોટા ભાઈઓના મેઢા ઈદયથી
888888888888888888888888888888888888998
૪૮ ainelibrary.org
Jain Education Internat
For Personal & Private Use Only