________________
પ્રશ્નોત્થાન
ભગવતીસૂત્રના પહેલા સૂત્રમાં મંગલાચરણ અને બીજામાં અભિધેય-કથનીય વસ્તુને નામે લેખ કર્યા પછી ત્રીજા સૂત્રમાં ભગવાને કયાં રહીને દેશના આપી? શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તર આપ્યા? તે બતાવ્યું છે અને તે પછી ગૌતમસ્વામીએ કેવા વિવેકપૂર્વક એ પ્રશ્નો પૂછેલા છે, એ જણાવવામાં આવ્યું છે. આ ઉપરથી સમજી શકાય છે કે
રાજગૃહ નગરીની બહાર, ઉત્તર-પૂર્વ અર્થાત્ ઈશાન ખુણામાં આવેલા ગુણશીલચૈત્યમાં સમવસરણની રચના થઈ, અને ભગવાને તેમાં વિરાજમાન થઈને ઈન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. મૂળસૂત્રમાં આ વખતે રાજગૃહ નગરીમાં રાજ્ય કરતા રાજાનું નામ શ્રેણિક અને તેની રાણીનું નામ ચિલ્લણાદેવી આપ્યું છે. “સેળિણ ચા વિઠ્ઠલેવી
પક્ષકાર ગૌતમસ્વામીને પરિચય આમ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર દેવના મહેટા શિષ્ય ગૌતમ ગોત્રવાળા, સાત હાથ ઊંચા, સમરસસંસ્થાનવાળા, વજીષભનારાચ સંઘયણવાળા, ઉગ્રતપસ્વી, ઉદાર, ઘોર બ્રહ્મચર્યામાં રહેવાના સ્વભાવવાળા, ચૌદપૂર્વના જ્ઞાતા, અને ચાર જ્ઞાનને પ્રાપ્ત વગેરે.
શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરે છે, એ વખતના તેમના દિલના ભાવનું અને વિનયનું જે વર્ણન સૂત્રમાં કરવામાં આવ્યું છે, તેને સંક્ષેપાર્થ આ છે -
શ્રદ્ધાપૂર્વક ગૌતમસ્વામી ઉભા થાય છે, ભગવાન મહાવીરસ્વામીની નજદીક આવે છે. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે છે, વાંદે છે, નમે છે. બહુ પાસે નહિં બહુ દૂર નહિં, એમ