________________
૪૧
અધ્યાય-૫ સૂત્ર-૩
આ ધર્માદિ દ્રવ્યો કોઈ પણ કાળે ભૂતાર્થપણાને-સ્વતત્ત્વને પણ છોડતા નથી. આથી અવસ્થિત કહેવાય છે.
આ ધર્માદિ દ્રવ્યો પરસ્પર બંધાયેલા હોવા છતાં સ્વતસ્વરૂપ-ભૂતાર્થવરૂપ વિશેષ લક્ષણને છોડતા નથી. ધર્માદિ દ્રવ્યોનાં વિશેષ લક્ષણો નીચે પ્રમાણે છે :
(૧) ધર્માસ્તિકાયનું ગતિમાં સહાયકપણું. (૨) અધર્માસ્તિકાયનું સ્થિતિમાં સહાયકપણું. (૩) આકાશાસ્તિકાયનું અવગાહનામાં સહાયકપણું. (૪) જીવાસ્તિકાયનું સ્વ અને પરનો પ્રકાશ કરનાર ચૈતન્ય પરિણામ. (૫) પુદ્ગલાસ્તિકાયનું અચૈતન્ય; શરીર, વાણી, મન, પ્રાણાપાન, સુખ, દુઃખ, જીવન
અને મરણમાં ઉપકારપણું, મૂર્તત્વ આદિ. આ ધર્માદિ દ્રવ્યો પોતપોતાનાં વિશેષ લક્ષણોને છોડતા નથી. આથી અવસ્થિત છે.
અથવા આ દ્રવ્યોની અસંખ્યાત પ્રદેશાદિ અનાદિ પરિણામસ્વભાવના અર્થાત્ દ્રવ્યો જે અસંખ્યાત પ્રદેશવાળા છે, અનંત પ્રદેશવાળા છે તે અનાદિથી છે એટલે અસંખ્યાત પ્રદેશ, અનંત પ્રદેશ એ અનાદિનો પરિણામ છે અને આ પરિણામ સ્વાભાવિક છે. આથી દ્રવ્યોમાં જે અસંખ્યાત પ્રદેશાદિ અનાદિ પરિણામ સ્વભાવતા છે તે તથા મૂર્તતા અને અમૂર્તતા આ ભૂતાર્થતા છે. ધર્માદિ દ્રવ્યો આ ભૂતાર્થતાને અર્થાત્ અનાદિ કાળથી પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલી આ મર્યાદાને ધર્માદિ દ્રવ્યો ઓળંગતા નથી. કારણ કે પદાર્થોના ભેદને પાડનાર તો પોતપોતાના લક્ષણો છે. આથી પદાર્થો પોતપોતાનાં ગુણને છોડીને બીજાના ગુણને ગ્રહણ કરતા નથી.
મતલબ બધાં દ્રવ્યોનાં જે પોતપોતાનાં લક્ષણો હોય છે, તે લક્ષણો બીજાં દ્રવ્યોમાં જતાં નથી. જો બીજામાં જાય તો તે લક્ષણ જ ન કહેવાય. વસ્તુનો અસાધારણ ધર્મ એટલે એ ધર્મ એનામાં જ રહે, એને છોડીને બીજામાં રહે નહીં ત્યારે તો તે અસાધારણ ધર્મ કહેવાય. આ અસાધારણ ધર્મ હોય તે જ લક્ષણ કહેવાય છે.
આમ આ ધર્માદિ દ્રવ્યો પોતપોતાનાં લક્ષણને છોડતાં નથી તેથી અવસ્થિત છે.
આ રીતે ધર્માદિ દ્રવ્યો (૧) કોઈ પણ કાળે પાંચની સંખ્યાને અને (૨) કોઈ પણ કાળે ભૂતાર્થતાને છોડતા નથી માટે અવસ્થિત છે. હવે પૂ. ભાષ્યકાર મ. નિત્ય અને અવસ્થિત શબ્દ
૧. ધર્માસ્તિકાય આખા લોકમાં વ્યાપ્ત છે અને અધર્માસ્તિકાયાદિ પણ આખા લોકમાં વ્યાપ્ત છે તો
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો પરસ્પર સંબંધવાળા છે પણ ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય જ રહે છે. એટલે કે એ પોતાનું સ્વતત્ત્વરૂપ વિશેષ લક્ષણ છોડતું નથી અને અધર્માસ્તિકાય બની જતું નથી માટે ધર્માસ્તિકાય એ ધર્માસ્તિકાય જ રહે છે. આ પ્રમાણે બાકીનાં દ્રવ્યો માટે સમજી લેવું.