________________
૩૯
અધ્યાય-૫ : સૂત્ર-૩
પ્રયોગ કર્યો છે. આવી જ રીતે વસ્તુમાં નિત્યતા છે તેની પ્રરૂપણા કરવી છે માટે તો તેના માટે શબ્દાન્તરની સહાય લેવી પડે છે. તેથી ‘દ્રવ્ય નિત્ય છે' આવી પ્રરૂપણા કરાય છે. તેમાં દ્રવ્ય અને નિત્ય બે શબ્દ જુદા છે પણ પદાર્થ જુદા નથી. પદાર્થ તો એક જ છે. આમ ભિન્ન શબ્દથી નિરૂપણ કરવામાં આવે તો બે જુદા પદાર્થ છે એવું સિદ્ધ થતું નથી. તેથી પદાર્થને દ્રવ્ય કહો કે નિત્ય કહો બંને એક જ છે. આમ દ્રવ્યમાં નિત્યતાનું નિરૂપણ અભિન્ન અંશને લઈને કરાય છે. આ નિરૂપણ દ્રવ્યાસ્તિક નયને લઈને કરાય છે.
દ્રવ્યાસ્તિક નયની પ્રધાનતા અને પર્યાયાસ્તિક નયની ગૌણતાથી નિત્યતાનું પ્રજ્ઞાપન કરાય છે—જ્ઞાન કરાવાય છે. મતલબ દ્રવ્યાર્થિકનય ધ્રૌવ્યાંશને સ્વીકારે છે, અને આ અંશને લઈને જ નિત્યતા કહેવાય છે. આથી સ્યાદ્વાદીને ત્યાં વસ્તુ ધ્રૌવ્ય પણ છે, ઉત્પદ્યમાન પણ છે અને નાશવાન પણ છે. આ વાત બંને નયથી છે. એટલે જ્યારે દ્રવ્યાર્થિક નયને પ્રધાન બનાવીએ અને પર્યાયાર્થિક નયને ગૌણ બનાવીએ ત્યારે વસ્તુ નિત્ય કહેવાય છે. એવી રીતે પર્યાયાર્થિક નયની પ્રધાનતાથી તે જ વસ્તુ અનિત્ય કહેવાય અર્થાત્ ઉત્પાદ-વ્યયવાળી બને છે. આમ આ ઉત્પાદાદિ બંને નયથી સંગૃહીત છે તે વાત પહેલા સૂત્રમાં કહેવાઈ ગઈ છે અને આગળ ત્રિસૂત્રીમાં કહેવાશે અહીં આ ઉત્પાદાદિમાંથી જે દ્રવ્યાસ્તિક નયથી જણાવવા યોગ્ય છે તે જ ધ્રૌવ્યાંશને બતાવવા માટે ભાષ્યકાર મ. ‘એ દ્રવ્યો નિત્ય છે' એમ કહ્યું છે.
નિત્ય શબ્દની સિદ્ધિ
ને ધ્રુવે (સિદ્ધ. અ. ૬. પા.૩, સૂ. ૧૭) આ સૂત્રથી નૈ ધાતુને ધ્રુવ અર્થમાં ત્યજ્ પ્રત્યય લાગવાથી ‘નિત્ય' શબ્દ બન્યો છે. આ રીતે વ્યાકરણથી ધ્રુવ અર્થમાં નિત્ય શબ્દ સિદ્ધ થાય છે. માટે નિત્ય એટલે ધ્રુવ અર્થ થાય છે. આ દ્રવ્યો નિત્ય છે અર્થાત્ ધ્રુવ છે. ધ્રૌવ્યાંશને લઈને આ દ્રવ્યો ધ્રુવ છે પણ ઉત્પાદ-વિનાશવાળા નથી આવું તેનું તાત્પર્ય છે.
નિત્ય શબ્દના પ્રયોગનું રહસ્ય
વળી ભાષ્યકારે ‘નિત્યાનિ’કહીને સાથે ‘ભવન્તિ'નો પણ પ્રયોગ કર્યો છે. તેનાથી સકલ કાળમાં વિકારરહિત, બદલાય નહીં એવી ધર્માદિની સત્તા કહેવાય છે. અર્થાત્ ‘મત્તિ’શબ્દના પ્રયોગમાં ભાષ્યકાર મ.નો એવો અભિપ્રાય છે કે ‘સર્વ કાળમાં આ ધર્માદિ દ્રવ્યોની વિકારરહિત સત્તા હોય છે, અસ્તિત્વ હોય છે.
આગળ આ નિત્યનું જે લક્ષણ સૂત્ર-૩૦ તદ્ધાવાવ્યયં નિત્યં કહેવાનું છે તેને ભાષ્યકાર મ. અહીં બતાવી રહ્યા છે.
સત્ ભાવથી અર્થાત્ સત્ત્વ-સત્તાથી જેનો વ્યય થતો નથી. જેનો વ્યય (થયો નથી) અને જેનો વ્યય થશે નહિ તે નિત્ય છે. અર્થાત્ જે હોય છે, જે છે છે ને છે તે નિત્ય કહેવાય છે. અને જે આ ‘છે’ તે કર્તા છે, અહીં કર્તા દ્રવ્ય છે. અને તે દ્રવ્ય સ્વરૂપથી નાશથી યુક્ત થતું નથી અને થશે પણ નહીં. આથી દ્રવ્ય નિત્ય કહેવાય છે. જે કોઈ પણ કાળે સદ્રુપતા સત્ત્વને છોડશે નહિ હંમેશા સ્વરૂપથી રહે જ તે નિત્ય કહેવાય છે. આમ નિત્ય શબ્દના પ્રયોગનું રહસ્ય જ આ છે કે જે હંમેશા સ્વરૂપથી છે છે ને છે.