________________
૩૮ -
તત્ત્વાર્થ સૂત્ર રૂપણ' આવો પાઠ જ રાખવો. પાણિનીય વ્યાકરણમાં જ “બન્યતરસ્યાં પ્રહળ” કહ્યું છે તેથી ફન પ્રત્યય પણ આવી શકે છે. ત્યાં જ કહ્યું છે કે અન્યતરસ્યાનુગ્રહણ મા૫ના સમુચ્ચય માટે છે. માટે અમે રૂને બદલે મલુન્ થાય એમ કહ્યું છે તેમાં કોઈ દોષ નથી. આ રીતે આપણે સૂત્રનો સંક્ષેપમાં વિચાર કર્યો. હવે ભાષ્યકાર મ. સ્વયં વિસ્તારથી વિચારે છે.
ભાષ્ય - આ દ્રવ્યો નિત્ય છે. નિત્યનું લક્ષણ આગળ “તભાવાવ્યય' (અધ્યા. ૫ સૂ. ૩૦) આ સૂત્રથી બતાવાશે. વળી આ દ્રવ્યો અવસ્થિત છે. કારણ કે ક્યારે પણ એ પાંચની સંખ્યાને અને ભૂતાર્થતાને છોડતા નથી. વળી આ દ્રવ્યો અરૂપી છે એટલે કે તેઓને રૂપ નથી. રૂપ એટલે મૂર્તિ અને મૂર્તિના આશ્રયવાળા સ્પર્શાદિ છે. દ્રવ્યાસ્તિકના આધારે ધ્રૌવ્ય નિરૂપાય
ટીકા : હમણાં જે ધર્માદિ પાંચે દ્રવ્યો કહ્યાં તે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી છે. પર્યાયાસ્તિક નયના અભિપ્રાયથી નથી, કારણ કે દ્રવ્યાસ્તિકનય પ્રૌવ્યાંશને જ માને છે, ઉત્પાદ અને વિનાશને માનતો નથી. આથી દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયથી પૂ. આચાર્ય મ. ધ્રૌવ્યાંશને લઈને જ દ્રવ્યોની નિત્યતાને કહે છે. અર્થાત્ બ્રૌવ્યાંશને લઈને જ દ્રવ્યો નિત્ય છે એમ કહે છે. અપેક્ષા વગરના નિરૂપણમાં એકાંતવાદમાં પ્રવેશ
જો આમ ન મનાય તો એટલે કે દ્રવ્યાસ્તિક નયથી દ્રવ્યો નિત્ય છે. આવી રીતે દ્રવાસ્તિક નયની અપેક્ષા રાખ્યા વગર નિરૂપણ કરવામાં આવે તો એકાંતવાદ થઈ જાય, અને એકાંતવાદ ઘણા દોષોથી યુક્ત હોવાથી સામીફિકના અભિપ્રાયની જેમ અસુંદર થશે.
પ્રશ્ન :- જો આ રીતે દ્રવ્યાસ્તિક નિરપેક્ષ નિરૂપણ કરવાથી એકાંતવાદ થઈ જાય છે. તો તો આ રીતે એક નયથી નિરૂપણ કરવું એ પણ જૈન દર્શનની પૂર્ણતા માટે સમર્થ નથી. નિરૂપણ કરવાની શૈલી
ઉત્તર :- તમારી આ વાત ઠીક છે પરંતુ વીર પરમાત્માના અનુયાયીઓ વસ્તુતત્ત્વનું જ્ઞાન દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નયની પ્રધાનતા અને ગૌણ ભાવની વિવક્ષાથી કરે છે. જો આ રીતે એકની પ્રધાનતા અને બીજાની ગૌણતા અર્થાત્ પ્રધાન અને ગૌણ ભાવ ન રખાય તો તો ઇષ્ટ વસ્તુનું નિરૂપણ અત્યંત મુશ્કેલ થઈ જાય. આથી પ્રધાન અને ગૌણ ભાવ રાખવાપૂર્વક જ નિરૂપણ થઈ શકે. વસ્તુતત્ત્વનું જ્ઞાન કરવાની, નિરૂપણ કરવાની શૈલી જ આ છે.
અહીં આપણે જે કહી રહ્યા છીએ કે દ્રવ્યો નિત્ય છે તે વસ્તુના અભિન્ન અંશને લઈને કારણ કે નિત્યતા એ વસ્તુ-પદાર્થનો અભિન્ન અંશ છે. જેમ નરકેસરી શબ્દથી નરસિંહની નિરૂપણા કરવામાં આવે છે તેમાં નરકેસરી અને નરસિંહ શબ્દ જુદા છે પણ પદાર્થ જુદા નથી. પદાર્થ તો એક જ છે પણ નરસિંહ કોને કહેવાય તે સમજાવવા માટે શબ્દાત્તર નરકેસરી શબ્દનો
૧. મુલી ટાવાન્ - 'અવતરણાં પ્રહ મા૫ સમુન્નયાર્થ” કહું છે અત્યંત સ્થાપત્યણાવ્યત્વત્
અનેકાર્થવવાત આ પ્રમાણે “બાલ મનોરમા'માં કહ્યું છે. ૨. સક્ષ-સાંધ્યશાસ્ત્ર, તત્ નાનાતિ તિ સામીલ: સાંખ્ય શાસ્ત્રનો જાણકાર.