________________
૩૬
તત્ત્વાર્થ સૂત્ર ફરી પણ સૂત્રપાઠ માટે અન્યોના વિચાર અને સૂત્રભંગદોષ
કોઈએ સૂત્રના બે વિભાગ કરવાનું કહ્યું તેમાં દોષ આવે છે એ આપણે જોઈ ગયા. તો હવે એની સામે બીજા પણ કેટલાક પરસ્પર ચર્ચા-વિચારણા કરી રહ્યા છે તે જોઈ લઈએ પછી તેને જવાબ આપીશું.
નિત્યવસ્થતાચણિ' આ પ્રમાણે એક જ સૂત્ર છે. આમાં “નિત્યાવસ્થતાનિ' આ બે પદોનો સમાસવાળો પાઠ છે, અને “મા પદનો આ બેની સાથે સમાસ નથી કર્યો. આથી ‘નિત્યવસ્થિતનિ અને “કરૂણાનિ આમ બે વિભક્તિ સંભળાય છે. આનાથી એમ નિશ્ચય થાય છે કે “નિત્ય” અને “અવસ્થિત' એ બધાં દ્રવ્યોનું વિશેષણ છે અને એકલા “અરૂપનું ગ્રહણ છે તે પુદ્ગલ દ્રવ્યને છોડીને ધર્માદિ ચારે દ્રવ્યનું વિશેષણ છે. આ રીતે પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત છે તથા પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે. આવો અર્થ પ્રાપ્ત થઈ જાય છે.
આ રીતે બીજાઓએ એક જ યોગ છે નિત્યાનંસ્થિતાન્યરૂપણ' આવી સૂત્રપાઠ માટે વિચારણા કરી તો તેની સામે અન્ય કોઈ જવાબ કરતાં કહે છે કે
તમે જે સૂત્રપાઠ માટે વિચારણા કરી, પૃથક યોગવાળાની સામે એક યોગની વાત કરી તે બહુ જોરદાર નથી. કેમ કે નિત્યવસ્થિતાપનિ' આવો પાઠ પણ મળે છે. આવો પાઠ હોય તો પણ ઉત્તર સૂત્ર રૂપ: પુતિના ગ્રહણથી આપણો ઇચ્છિત અર્થ “પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત છે અને પુદગલ સિવાયનાં ચાર દ્રવ્યો અરૂપી છે' તે પ્રાપ્ત થઈ જાય છે માટે ત્રણે પદો સમાસવાળાં જ વાંચવાં જોઈએ પણ તમે જે પહેલાં બે પદોનો સમાસ કર્યો અને ત્રીજું પદ અલગ રાખ્યું. આમ બે વિભક્તિ દ્વારા અર્થ પ્રાપ્ત કર્યો તે કરવાની જરૂર નથી. ત્રણે પદોનો સમાસ કરવો એ જ બરાબર છે.
આ રીતે પરસ્પર બીજાઓએ સૂત્રપાઠ માટે વિચારણા કરી પરંતુ અંતે તેમાં ત્રણેય પદોનો સમાસ રાખવામાં પણ સૂત્રભંગનો દોષ આવે છે કે કેમ કે પૂ. ઉમાસ્વાતિ સૂરિમ. રચેલ સૂત્રમાં વિન્યાસ-રચનાનો ભંગ થાય છે. કેમ કે સૂત્રકારે બે પદો સમાસવાળાં રાખ્યાં છે, ત્રણ નહીં. માટે આ વાત બરાબર નથી. પ્રક્રિયામાં કોઈ દૂષણ આવતું નથી પણ સૂત્રને બદલી નાંખવું એ દોષ છે એટલે આ રીતે સૂત્રભંગનો દોષ આવે છે. ‘નિત્ય પદ “અવસ્થિત'નું વિશેષણ માનવામાં ભાષ્યનો વિરોધ
સૂત્રમાં નિત્ય પદ છે તે “અવસ્થિત' પદનું વિશેષણ છે. “નિત્ય મથતાનિ' નિત્યવસ્થિતાન' “નિત્યપ્રગતિમાં જેવો સમાસ છે તેવો આ સમાસ છે.
આ રીતે સમાસ કરવો તે બરાબર નથી. કેમ કે આનાથી ભાષ્ય સંગત થતું નથી. ભાષ્યકારે આવો અર્થ કર્યો નથી. આ રીતે સમાસ કરવાથી તો ભાષ્યકારથી વિરુદ્ધ અર્થ થાય છે. ભાષ્યકારે તો ત્રણે પદોનો અર્થ સ્વતંત્ર બતાવ્યો છે તો પછી “
નિત્ય' પદ “અવસ્થિત' પદનું
૧. વિક્ષ૪ પટુઃ વિસ્પષ્ટપઃ રાશ૧૮ સિદ્ધહેન ચાવળે ! એની જેમ નિત્યં પ્રગન્ધિત ‘નિત્યં કન્વિતમ્' બને.
આ નિત્યપ્રનલ્પિત્તની જેમ નિત્ય અતિનિ' “નિત્યવસ્થિતનિ' સમાસ સમજવો.