________________
અધ્યાય-૫: સૂત્ર-૩
૩૫
કાળ કોઈના મતે દ્રવ્ય છે એમ કહેવાશે પણ વાચકમુખ્ય પૂ. ઉમાસ્વાતિજી મ.તો પાંચ જ દ્રવ્ય માને છે.
દિશા એ આકાશથી જુદી નથી. કેમ કે વિશિષ્ટ રચનાવાળા આકાશપ્રદેશો જ દિશા કહેવાય છે. આકાશપ્રદેશો સિવાય દિશાના સ્વરૂપની ઉપલબ્ધિ નથી. અર્થાત્ દિશાનું સ્વરૂપ આકાશપ્રદેશો જ છે. એટલે દિગૂ દ્રવ્યનો સમાવેશ ‘આકાશ'માં થઈ જાય છે
આ રીતે અન્યોએ માનેલા નવ દ્રવ્યોનો આ પાંચ દ્રવ્યોમાં જ સમાવેશ થઈ જાય છે. અને તેથી જ પાંચની સંખ્યામાં વ્યભિચાર આવતો નથી. અરૂપી દ્રવ્યોની સંખ્યા
અરૂપ' શબ્દ સૂત્રમાં ગ્રહણ કર્યો છે તેનાથી પ્રશ્ન(૩)નો ઉત્તર અપાય છે કે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ, દ્રવ્ય અમૂર્ત છે. કેમ કે આ દ્રવ્યો રૂપ, રસ, ગંધ, અને સ્પર્શના પરિણામપર્યાયથી બહાર-રહિત છે. અર્થાત્ આ ધર્માદિ ચાર દ્રવ્યોમાં રૂપાદિ પર્યાય નથી એટલે આ દ્રવ્યો રૂપાદિથી રહિત છે. માટે ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ ચાર દ્રવ્યો અરૂપી છે. સૂત્રના વિભાજનમાં દોષ પ્રદર્શન
બીજાઓ આ સૂત્રના “નિત્યવસ્થિતનિ' તd: ‘મન’ આમ બે વિભાગ કરે છે. ધર્માદિ પાંચ નિત્ય અને અવસ્થિત છે માટે “અરૂપી છે. આ રીતે વિભાગ કરીને કહે છે કે આ જ ધર્માદિ ચાર રૂપ, રસાદિથી રહિત હોય છે. અર્થાત્ ધર્માદિ ચારમાં રૂપાદિ વિદ્યમાન હોતા નથી. આમ સૂત્રનો વિભાગ કરવાથી, પૃથફ યોગ કરવાથી પાંચ દ્રવ્યો નિત્ય અને અવસ્થિત છે અને ધર્માદિ ચાર દ્રવ્યો અરૂપી છે આવો અર્થ પ્રાપ્ત થાય છે.
બીજાઓએ આ રીતે સૂત્રના બે વિભાગ કરી અર્થ કર્યો તે કરવાની જરૂર નથી. કારણ કે સૂત્રનો વિભાગ ન કરીએ તો પણ આ પ્રમાણેનો લાભ થઈ શકે છે. સૂત્રમાં “ગરૂપ'નું ગ્રહણ કર્યું છે તેનાથી જેનો સંભવ છે એવા ધર્માદિની સાથે જ સંબંધ થાય છે પણ જ્યાં અસંભવ છે એવા પુદ્ગલની સાથે “અરૂપનો સંબંધ થઈ શકતો નથી.
અથવા બીજી રીતે વિચારીએ કે “અપના ગ્રહણથી પાંચે દ્રવ્યોમાં અરૂપીપણાનો પ્રસંગ આવશે. તો તે પ્રસંગને આના પછીના “રૂપિણ: પુતિઃ ' આ સૂત્રથી દૂર કરાશે. એટલે સૂત્રનો વિભાગ ન કરવામાં આવે તો પણ બરાબર અર્થ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે જો તમે પૃથક યોગ કરો તો પણ પાંચે દ્રવ્યોમાં અરૂપીપણાનો પ્રસંગ આવશે જ અને દૂર કરવા તમારે
પિm:-પુતા:' આ સૂત્રનો જ આશરો લેવો પડશે. પરંતુ ધર્માદિ ચાર અરૂપી છે. આવો અર્થ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તે તો પ્રાપ્ત થઈ શકશે નહિ માટે સૂત્રનો વિભાગ કરવાની ઇચ્છા જ વ્યર્થ છે.
આ રીતે બીજાઓએ સૂત્રના જે બે વિભાગ કર્યા નિત્યવસ્થિતન તો “’ આમાં દોષ આવે છે.