________________
૪૦
- તત્ત્વાર્થ સૂત્ર નિત્ય અને અવસ્થિત પદમાં “સંકર'ની શંકા અને તેનું સમાધાન
નિત્ય શબ્દનો અર્થ જોઈ ગયા કે “હંમેશા સ્વરૂપથી રહેવું. હવે તેના પછી સૂત્રમાં અવસ્થિત’ શબ્દ મૂક્યો છે તેનો આપણને સામાન્યથી અર્થ “રહેલ” એવો જ પ્રાપ્ત થાય છે એટલે મનમાં શંકા થાય છે કે શું નિત્ય અને અવસ્થિત બેનો અભેદ છે? જો એમજ છે તો તો બંનેનો સંકર થઈ જાય !
આથી આપણી આવી સમાન અર્થની ભ્રાંતિને દૂર કરતા, બંનેનો સંકર ન થાય માટે ભાષ્યકાર મ. નિત્યનું લક્ષણ જુદું છે અને અવસ્થિતનું લક્ષણ જુદું છે એ બતાવી રહ્યા છે. અવસ્થિતનું લક્ષણ :
“કોઈ પણ કાળે પાંચની સંખ્યાને અને ભૂતાર્થપણાને છોડે નહીં તે અવસ્થિત કહેવાય
ભાષ્યમાં મૂકેલા “ચ” શબ્દની સાર્થકતા
ભાષ્યમાં “અવસ્થિત િર આ પંક્તિમાં જે ર મૂક્યો છે તે નિત્યતાની અનુજ્ઞાની અપેક્ષાએ છે. અર્થાત્ નિત્યતાની પણ ‘હા’ છે. એટલે ધર્માદિ દ્રવ્યો નિત્ય છે અને અવસ્થિત છે આવો અર્થ થાય. અવસ્થિતનું વ્યાખ્યાન અને તેનો ધર્માદિમાં સમન્વય
આ દ્રવ્યોનું અવસ્થાન છે તે વાત જ બીજા વાક્ય વડે બતાવતા ભાષ્યકાર મ. કહે છે न कदाचित् पञ्चत्वं व्यभिचरन्ति भूतार्थत्वं च व्यभिचरन्ति'
(૧) કોઈ પણ કાળે પાંચની સંખ્યાને છોડતા નથી.
(૨) કોઈ પણ કાળે સ્વતસ્વરૂપ ભૂતાર્થપણાને છોડતા નથી. માટે જ આ દ્રવ્યો અવસ્થિત છે. આ બંને વ્યાખ્યાને બરાબર સમજી લઈએ.
(૧) વિત્ પશ્ચર્વ પતિ
તદ્ સ્વરૂપથી અવ્યયતા છે અર્થાત્ નિત્યતા છે તો જ આ ધર્માદિ દ્રવ્યો આટલા જ છે. આવું “અવસ્થિત' શબ્દથી નક્કી કરી શકાય છે.
અથવા હંમેશા જગત પંચાસ્તિકાયમય છે કોઈ કાળ પંચાસ્તિકાયથી રહિત હોતો નથી. આથી આ ધર્માદિ દ્રવ્યો પાંચ જ છે પણ એનાથી ઓછા કે વધારે નથી. આવી રીતે સંખ્યાનો નિયમ અભિપ્રેત છે. કાળ તો આ બધાં દ્રવ્યોનો પર્યાય છે. એટલે જગત તો પંચાસ્તિકાયમય જ છે. માટે દ્રવ્યો પાંચ જ છે. આથી આ ધર્માદિ દ્રવ્યો અવસ્થિત છે.
(२) न कदाचित् भूतार्थत्वं व्यभिचरन्ति
૧.
ભૂતાર્થતં સ(૩ ?)તવન
..હારિભદ્રીય તત્ત્વા. પૃ૨૧૩