________________
ઉપકાર કરનાર તેા કેઇ પણ બદલાની આશા રાખ્યા શિવાય ઉપકાર કરે છે ’” એમ વિચારી રાજા પ્રીતિપૂર્વક પોપટ તરફ જુએ છે, એટલી વારમાં પ્રાતઃકાળે સૂર્યના પ્રકાશથી અદ્રશ્ય થએલો વધને તારા જેમ કાંહિ પણ દેખાતા નથી, તેમ તે પાપટ પણ અદૃશ્ય થયા ! પછી રાજાએ વિચાર્યું કે, “ હું. ઉપકારના બદલા કાંઈ પણ આપીશ, એવા ભયથી એ સારી જીવ ( પાપટ ) ઉપકાર કરતાંજ યાંહિ પણ દૂર જતા રહ્યા, એમાં સંશય નથી. કહ્યું છે કે—બુદ્ધિશાળી સત્પુરૂષોના મનની એ કોઇ અલૌકિક અને ઘણીજ કઠોરતા છે કે, તેનેા ઉપકાર કરીને તુરતજ પ્રત્યુપકારના ભયથી ખસી જાય છે. એવા જ્ઞાનનિધિ જીવ નિરંતર પાસે હોય તે દુ:ખાદી સમય તત્કાળ જાણુવામાં આવે? ગમે તે વિશ્ર્વ આવે તેા પશુ તે તત્કાળ દૂર કરી શકાય. અથવા એવા ઉત્તમ મદદગારી જીવ કોઇ સ્થળે પ્રાયે મળે નહી' અતે વખતે મળે તેા દારિદ્રીના હાથમાં આવેલા દ્રવ્યની પે લાંખે વખત ટકે નહીં, વળી આ પેપટ તે કોણ ? એ આટલા જાણુ શી રીતે થયા ? મ્હારા ઉપર એટલેા દયાળ કેમ ? કયાંથી આવ્યા ? અને આ વૃક્ષ ઉપરથી કયાં જતા રહ્યા ? આ સર્વ વાત શી રીતે બની હશે ? તેમજ મ્હારી સેના પણ અહિં શી રીતે આવી ? :દિક મને ઘોડું સંશય થાય છે. ગુફાની અંદર રહેલા અધકારને જેમ દીપક વિના કાઇ પણ દુર કરી શકતા નથી, તેમ તે પાપટ વિના આ શશયને કાણુ દૂર કરે ? ”
મૃગધ્વજ રાજા એવા વિચારથી વ્યગ્ર થયેા, એટલામાં તેના મુખ્ય સેવકાએ થએલી બાબતમાં પ્રશ્ન કર્યું, ત્યારે રાજાએ તુરત મૂળથી માંડીને પોપટને સર્વ વૃત્તાંત પ્રકટપણે કહ્યા. તે સાંભળી સર્વે સેવક આશ્ચર્ય તેમજ આનંદ પામ્યા. અને તેમણે કહ્યું કે, “હે મહારાજ ? થોડા કાળમાંજ તે પાપટના અને આપને કોઇ પણ ઠેકાણે સમાગમ થશે. કેમ કે, જે પુરૂષ' જેનું હિત કરવા ઇચ્છે છે, તે તેની અપેક્ષા રાખ્યા વિના રહેતા નથી. જેમ સૂકાયેલું પાન સહજમાં ભગાય છે, તેમ આપણા મનમાં - હેલા સર્વ સંશય પણુ જ્ઞાની મુનિરાજને પૂછવાથી તુરંત ભાગી જાય તેમ છે. કારણ કે. નાની પુરૂષાથી નહી જાણી શકાય એવું શું છે ! માટે હું
૨૦