________________
નાસી ગયે કે શું? કોણ જાણે! પછી કુમાર આશ્ચર્યથી મનમાં વિચારે છે કે, “એ કેઈ નક્કી હારો વૈરી છે. કોણ જાણે વિદ્યાધર, દેવ કે દાનવ હશે ! જે કો હશે તે હશે. એ શું હારે નુકશાન કરનારે હતું? પણ હારું પિપટ રૂપી રત હરણ કરવાથી એ આજ સુધી મહારે શત્રુ હત, તે હવે ચાર પણ થયો. હાય હાય ! જાણ પુરૂની પંક્તિમાં અને ગ્રેસર, ધીર, શૂર, એવા હે પિપટ ! હાલ દોસ્ત એવા હારા વિના મને ‘ હવે સુભાષિત સંભળાવી કાનને સુખ કોણ આપશે ! અને ધીર શિ. રમણે! મને માઠી અવસ્થામાં તારા વિના બીજો કોણ મદદ આપશે!”,
એ ક્ષણમાત્ર મનમાં ખેલ કરીને પાછા કુમાર વિચાર કરવા લાગે કે, “વિષ ભાણ કરવા જેવો આ ખેદ કરવાથી શું સારું પરિણામ નીપજવાનું ? નાશ પામેલી વસ્તુની પ્રાપ્તિ કદાચ થાય છે તે યોગ્ય ઉપાયની યોજનાથીજ થાય. ઉપાયની યોજના પણ ચિત્તની સ્થિરતા હોય તે જ સફળ થાય છે, નહીં તે થતી નથી. મંત્ર વગેરે પણ ચિત્તની સ્થિરતા વિના કોઈ કાળે પણ સિદ્ધ થતા નથી. માટે હું હવે એ નિર્ધાર કરું છું કે, “મહારે પિપટ મને મળ્યા વિના હું પાછો વળે નહીં,” પિતાના કર્તવ્યને જાણ રત્નસાર કુમાર એ નિશ્ચય કરી પોપટની શોધમાં ભમવા લાગે. ચાર જે દિશાએ આકાશમાં ગયો, તે દિશાએ થાક વિના ઘણે દૂર સુધી કુમાર ગયે, પરંતુ ચરને કાંઈ પણ પ લાગ્યો નહીં. ઠીક જ છે, આકાશ માર્ગે ગએલાન પત્તે જમીન ઉપર કયાંથી લાગે ? હશે, તથાપિ “કઈ પણ ઠેકાણે કઈ રીતે પિપન તપાસ લાગશે” મનમાં એવી આશા રાખી કુમારે તપાસ કરવામાં કંટાળો નહીં કર્યો. સપુરૂષેની પોતાના આશ્રિતને વિષે કેવી લાગણી હેવ છે? પોપટે મુસાફરીમાં સાથે રહી અવસરને ઉચિત મધુર સુભાબિત કહી કુમારને માથે જે ઋણ ચઢાવ્યું હતું. તે જણ પોપટને તપાસ કરતાં અનેક કલેશ સહન કરનાર કુમારે ઉતારી નાખ્યું. કુમારે આ રીતે પોપટની શોધમાં ભમતાં એક આ દીવસ ગાળ્યો.
બીજે દિવસે આગળ સ્વર્ગ સમાન એક નગર તેના જેવામાં આવ્યું, તે નગર આકાશ સુધી ઉચા સ્ફટિકમય દેદીપ્યમાન કેટ વડે ચારે
૩૭૪