________________
પણ કુમાર સરખીજ ધર્મનિષ્ઠ થઈ. સરપુરની સાથે સહવાસ કરવાથી શુંન થાય ? પછી રત્નસાર કુમાર આયુષ્ય પૂરું થયું ત્યારે બે સ્ત્રીઓની સાથે પંડિત ભરવડે દેહ છોડીને બારમા અચુત દેવલ કે ગયે. શ્રાવકને એ ગતિ ઉત્કૃષ્ટ કહી છે. રત્નસારને જીવ ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે, અને જૈન ધર્મની સમ્યફ પ્રકારે આરાધના કરી શીવ્ર મેક્ષ સુખ પામશે. ભવ્ય જીવોએ આ રીતે કહેલું આશ્ચર્યકારી રત્નસાર કુમારનું ચરિત્ર બાબર ધ્યાનમાં લેવું, અને પાત્રદાનને વિષે તથા પરિગ્રહ પરિમાણુ વત આદરવાને વિષે ઘણોજ યત્ન કરે. આ રીતે પાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણ ઉપર નસાર કુમારની કથા કહી. - વિવેકી પુરૂષ સાધુ આદિને યોગ હોય તો ઉપર કહેલી રીતે દર રોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ ભજનને વખતે અથવા પહેલાં આવેલા સાધર્મીિઓને પણ શક્તિ પ્રમાણે પિતાની સાથે જમાડે. કારણ કે, સાધમ પણ પા જ કહેવાય છે સાધર્મી વાસાનો વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ બીખારી વગેરે લોકોને ઉચિત દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. કર્મબંધ કરાવવું નહીં. ધર્મની હીલના પણ ન કરાવવી. પિતાનું મન નિર્દય ન રાખવું. ભજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ હેટા અથવા દયાળુ પુરૂષોનું લક્ષણ નથી. સાંભળવામાં પણ એમ છે કે, ચિત્રકુટને વિષે ચિત્રાંગદ રાજા હતો. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રુની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખે. શગુઓની અંદર પેસવાની ઘણી ધાસ્તી રાખતાં છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભોજનને વખતે પવન દરવાજે ઉઘડાવતું હતું. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધે. એવી રીત છે માટે શ્રાવકે અને તેમાં પણ વિશેષે કરી ઋદ્ધિવંત શ્રાવકે ભોજનને વખતે દ્વાર બંધ કરવો નહીં. કેમકે-કોણ પોતાનું ઉદરપેષણ કરતો નથી? પરંતુ ઘણા જીવોને નિર્વાહ ચલાવે તેનીજ પુરૂષમાં ગણત્રી છે. માટે જેજન વખતે આવેલા પિતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકને શક્તિના અનુસારથી અને દુઃખી ને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ હેટા પુરૂષોને