Book Title: Shraddh Vidhi
Author(s): Jain Patra
Publisher: Jain Patra

View full book text
Previous | Next

Page 489
________________ માંથી નીકળ્યો. વિધિના જાણ અને ધનવાન શ્રાવકોએ રથમાં પધરાવેલી જિનપ્રતિમાનું સ્નાત્ર પૂજા વગેરે કર્યું. અરિહંતનું સ્નાત્ર કર્યું, ત્યારે જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપથી, તેમ રંથમાંથી સ્નાત્ર જળ નીચે પડવા લાગ્યું. જાણે ભગવાનની કાંઈ વિનંતિજ કરતા હોયની! એવા મુખે મુખકેશ બાંધેલા શ્રાવએ સુગંધિ ચંદનાદિ વસ્તુથી ભગવાન નને વિલેપન કર્યું. માલતી, કમળ વગેરે ફળોની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજઈ, ત્યારે તે શરકાળના મેધાથી વીંટાયલી ચંદ્રકળાની માફક શોભવા લાગી. બળતા મયાગરના ધથી ઉત્પન્ન થએલી ધમાડાની રેખા ઓથી વિંટાયલી ભગવાનની પ્રતિમા નીલ વથી પૂજાયેલી હોયની ! એવી રીતે શોભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકે એ કરી. તે દીપતી ઔષધીવાળા પર્વતની ટૂંક માફક શોભતી હતી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદના કરી અશ્વની માફક આગળ થઈ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસી જનોની સ્ત્રીઓએ હલ્લીસક રાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણું મંગળ ગીત ગાવા લાગી, પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળને રસ્તામાં છંટકાવ થવા માંડયો. આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતો રથ, દરરેજ સંપ્રતિ રજાને કારમાં હળવે ઇળવે આવતો હતો. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થાય અને ફણસ ફળની માફક સર્વેગે વિકસ્વર મરાઇવાળો થઈ ત્યાં આવે. પછી નવા આનંદ રૂપ સાવરમાં હંસની માફક ક્રીડા કરતા સ પ્રતિ રાજા, રથમાં વિરાજમાન થએલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરે. મહાપદ્મ ચક્રીએ પણ પિતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારુ ઘણું આડંબરથી રથયાત્રા કરી. કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે–ચૈત્ર માસની આઠમને દિવસે એ પહેરે જાણે ચાલતે મેરૂ પર્વતજ હોયની! એ અને સુવર્ણમય મહેતા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપતિ એ સુવર્ણમય રથ ઘણું ઋદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લોકો એકઠા મળીને મંગળકારી જય શબ્દ કરે છે. શ્રાવકે સ્નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુગંધી પુષ્પો ૪૫૪

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548