________________
ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શક્તિ પ્રમાણે રાજાને ભેરણું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. યાત્રામાં સાથે લેવા માટે શક્તિ પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં સ્વજનના તથા સાંધર્મ ભાઈઓન સમુદાયને યાત્રાએ આવવા માટે નિમંત્રણ કરવું. પરમ ભક્તિથી પતપિતાના સદ્દગુરૂને પણ નિમંત્રણ કરવું. અમારી પ્રવર્તાવવી. જિનમંદિરમાં મહાપૂદિ મહોત્સવ કરાવવા. જેની પાસે ભાતું ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસને પૈસાને તથા સારા વચનને આધાર આપ. ગ્ય મદદ આપોશ એવી ઉલ્લેષણ કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લોકોને પણ સાર્થવાહની પેઠે હિંમ્મત આપવી. આડંબરથી મોટા અને અંદરના ભાગમાં ઘણા રોમાંસવાળી કોઠીઓ, શરાવલ, કના, તબૂ, હેટી કઢાઈનું તથા બીજાં પણ પાણીનાં હોટાં વાસણ વગેરે કરાવવાં. ગાડાં, પડદાવાળા રથ, પાલખી, પાઠિયા, ઉંટ, અશ્વ વગેરે વાહને સજજ કરાવવાં. શ્રીસંઘની રક્ષાને સારૂ ઘણું સૂર અનેક સુભટોને સાથે લેવા; અને કવચ; શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમનો સત્કાર કરવા. ગીત, વય, વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા શકુન, નિમિત્ત વખતે જોઇને ઘણા ઉદ્ધવાળા થઈ સાણ મુહૂર્ત ઉપર જવું.
માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠા કરે. સારાં પાનો જમાડી તેમને તાબૂત્ર વગેરે આપવું. તેમને અંગે આભૂષા તથા વન્ને પહેરાવવાં. સારા પ્રતિષ્ઠિત, ધર્મિષ્ટ પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરૂ પાસે ચંધવીપણાનું તિલક કરાવવું. સંઘપૂજ વગેરે માટે ઉત્સવ કરવા. બી. જાઓ પાસે પણ યતા પ્રમાણે સંધવીપણા વગેરેનું તિલક કરવાનો ઉત્સવ કરાવ. સંઘનું જોખમ માથે લેનારા, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સંઘનું કામ કરનારા વગેરે લે ને યોગ્ય સ્થાનકે રાખવા. સિંધના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયાં હોય, તે સર્વ પ્રસિદ્ધ કરવા માંગેમાં સર્વ સાધર્મીઓની સારી પેઠે સાર સંભાળ કરવી. કેઈનું ગાડાનું પૈડું ભાગે, અથવા બીજી કોઈ હરકતો આવે તે પિતે તેમને સર્વ શક્તિએ યોગ્ય મદદ કરવી. દરેક ગામમાં
૪૫૬