________________
થી પૂજાયેલી શ્રી પાર્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે. વાજિંત્રના શબ્દથી જગતને પૂર્ણ કરનાર અને હર્ષથી મંગળ ગીત ગાનારી સુંદર સ્ત્રીએની તથા સામંતના અને મંત્રીઓના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પવન્સ, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પોતે પૂજા કરે, અને વિ- . વિધ પ્રકારનાં ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત, રહી સિંહદ્વારની બહાર નીકળે, અને ફરકતી ધ્વજાઓથી જાણે નૃત્યજ કરી રહેલ હાયની ! એવા પટમંડપમાં આવીને રહે. પ્રભાત કાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે, અને ચતુર્વિધ સંઘ સમક્ષ પોતે આરતી ઉતારે. પછી હાથી જોતરેલો રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતે નગરમાં ફરે વગેરે..
હવે ૩ તીર્થયાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તી સમજવાં. તેમજ તીર્થ રોની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ ઘણા ભય અને શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવ સમુદ્રમાંથી તારે છે, માટે તે ભૂમિઓ પણ તીર્થ જ કહેવાય છે. આ તીને વિષે સમ્યત્વ શુદ્ધિને સારૂ ગમન કરવું, તે તીર્થયાત્રા કહેવાય છે. તેનો વિધિ એ છે કે – એક આહાર, સચિત્ત પરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિયહ યાત્રા કરાય ત્યાં સુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. પાલખી, સારા છે, પલંગ વગેરે સમગ્ર ઋદ્ધિ હેય, તો પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢય શ્રાવકને પણ શક્તિ હોય તો પગે ચાલવુંજ ઉચિત છે. કેમકે –યાત્રા કરનાર શ્રાવકે ૧ એકાહારી, ૨. સમક્તિધારી, ૩ ભૂશિયનકારી, ૪ સચિરપરિહારી, ૫ પાદચારી અને ૬ બ્રહ્મચારી રહેવું. લૈકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – યાત્રા કરતાં વાહનમાં બેસે તે યાત્રાનું આ ફળ જાય, પગરખાં પહેરે તો ફળને ચોથો ભાગ જાય, મુંડન ન કરે તો ત્રીજો ભાગ જાય, અને તીર્થે જઈને દાન લે તે યાત્રાનું સર્વ ફળ જતું રહે. માટે તીર્થયાત્રા કરનાર પુરૂષે એક ટંક ભોજન કરવું, ભૂમિ ઉપર સૂવું, અને સ્ત્રી ઋતુવંતી છતાં પણ બ્રહ્મચારી રહેવું.
૪૫૫